વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ પકડ્યો એવો કેચ કે સૌ થઈ ગયા આફરીન, જુઓ વીડિયો
બેંગ્લૉર સામે જેસન હોલ્ડરે શાનદાર બોલિંગ કરી હતી. હૉલ્ડરે 4 ઓવરમાં નાંખી તેમાં તેને માત્ર 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇકાલે લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રોમાંચક મેચો જોવા મળી, બેંગ્લૉરની ખૂબ શરૂઆત બાદ મેક્સવેલ અને ફાફ ડુ પ્લેસિસની જોડીએ શાનદાર બેટિંગ કરી અને ટીમને સારો ટાર્ગેટ અપાવ્યો.
પરંતુ આ મેચમાં એક આવી ઘટના ઘટી જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. મેચમાં કૃણાલ પંડ્યાના બૉલ પર બેંગ્લૉરનો બેટ્સમેન મેક્સવેલ ખોટો શૉટ રમી બેઠો, ને જેસન હોલ્ડરે તેનો અદબૂત કેચ પકડીને બધાને ચોંકાવી દીધા, હૉલ્ડરે હવામાં છલાંગ મારી આ અદભૂત કેચ કરી મેક્સવેલને પેવેલિયન ભેગો કર્યો હતો. કેચ કર્યા બાદ ટીમ ખુશીથી ઝૂમી ઊઠી હતી. લખનઉ ટીમના ટ્વિટર હેન્ડલે તો હોલ્ડરને સુપરમેન ગણાવી દીધો. આ કેચનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Is it a bird? Is it a plane?
— Lucknow Super Giants (@LucknowIPL) April 19, 2022
IT'S JASON SUPERMAN HOLDER!#AbApniBaariHai #IPL2022 #LSGvRCB pic.twitter.com/bzcm9quHI3
બેંગ્લૉર સામે જેસન હોલ્ડરે શાનદાર બોલિંગ કરી હતી. હૉલ્ડરે 4 ઓવરમાં નાંખી તેમાં તેને માત્ર 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો.....
ભરઉનાળે માવઠાની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી
દીકરીના લગ્નમાં આ રાજ્ય સરકાર આપશે 1 લાખ રૂપિયાની આર્થિક મદદ! જાણો કોને મળશે આ યોજનાનો લાભ
Covid-19 Vaccine: કોરોનાના મિક્સ બૂસ્ટર ડોઝને જલદી મળી શકે છે મંજૂરી, જાણો વિગતે
કોંગ્રેસનું મિશન 2024: P.K ના સૂચનો પર કામ કરવા સોનિયાએ પેનલ બનાવી, જાણો કયા નેતાઓનો સમાવેશ થયો