શોધખોળ કરો

IPL Auction 2024: કોણ છે મલ્લિકા સાગર? IPL 2024 માટે ખેલાડીઓની કરશે હરાજી

Indian Premier League 2024:મલ્લિકા સાગર હરાજીની દુનિયામાં નવો ચહેરો નથી. આ પહેલા પણ મલ્લિકા સાગર ઘણી હરાજીમાં જોવા મળી છે

Who Is Mallika Sagar: IPL ઓક્શન 2024 મંગળવારે યોજાવાની છે. દુબઈ IPL 2024ની હરાજીનું આયોજન કરશે. મલ્લિકા સાગર આ હરાજીમાં હરાજી કરનારની ભૂમિકામાં હશે. પરંતુ શું તમે મલ્લિકા સાગર વિશે જાણો છો? મલ્લિકા સાગર હરાજીની દુનિયામાં નવો ચહેરો નથી. આ પહેલા પણ મલ્લિકા સાગર ઘણી હરાજીમાં જોવા મળી છે. હાલમાં જ મલ્લિકા સાગર મહિલા પ્રીમિયર લીગની હરાજીમાં જોવા મળી હતી.

મલ્લિકા સાગર વિશે તમે કેટલું જાણો છો?

વાસ્તવમાં મુંબઈની આર્ટ કલેક્ટર મલ્લિકા સાગર રમત જગતમાં જાણીતું નામ છે. મલ્લિકા સાગરની ઉંમર અંદાજે 48 વર્ષની છે. મલ્લિકા સાગરને હરાજી સંબંધિત 25 વર્ષનો અનુભવ છે. ક્રિકેટ ઉપરાંત તેણે પ્રો કબડ્ડી લીગની હરાજીમાં ઓક્શનરની ભૂમિકા પણ ભજવી છે. આ સિવાય મલ્લિકા સાગરે મુંબઈની પ્રખ્યાત પંડોલ આર્ટ ગેલેરીમાં ઘણી હરાજીનું આયોજન કર્યું છે.

મલ્લિકા સાગરે ચારુ શર્માનું સ્થાન લીધું

નોંધનીય છે કે મલ્લિકા સાગરે IPLમાં ચારુ શર્માનું સ્થાન લીધું છે. આ પહેલા હ્યુ એડમ્સ IPL ઓક્શન 2023માં હરાજી દરમિયાન બેહોશ થઈ ગયા હતા. આ પછી હ્યુ એડમ્સે હરાજી પૂર્ણ કરી હતી. અગાઉ 2008 થી 2018 સુધી રિચર્ડ મેડલી IPL હરાજીને હોસ્ટ કરતા હતા. રિચર્ડ મેડલી સરે આંતરરાષ્ટ્રીય હોકી ખેલાડી અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ ખેલાડી છે. વાસ્તવમાં 2019ની હરાજીમાં મેડલીના સ્થાને હ્યુ એડમ્સ ઓક્શનર હતા. પરંતુ આ વખતે મલ્લિકા સાગર IPL 2024 સીઝનમાં ઓક્શનર તરીકે જોવા મળશે.

કોલકાતા નાઈટ રાઈડર્સએ સૌથી વધુ 12 ખેલાડીઓ ખરીદવાના છે. તેમાં ગુજરાત પછી સૌથી વધુ 32.7 કરોડ રૂપિયા બાકી છે. લખનઉ પાસે 10 ટીમોમાં સૌથી ઓછી રકમ 13.2 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે તેણે છ ખેલાડીઓ ખરીદવાના છે.

આ ખેલાડીઓ પર રહેશે નજર

IPLના ઈતિહાસમાં પહેલીવાર વિદેશી ધરતી પર યોજાનારી બિડમાં શાર્દુલ ઠાકુર, હર્ષલ પટેલ, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, રચિન રવિન્દ્ર જેવા કેપ્ડ ક્રિકેટરો ઉપરાંત યુપીના સમીર રિઝવી જેવા અનકેપ્ડ યુવા ક્રિકેટરોનો સમાવેશ થશે. અરશિન કુલકર્ણી, મુંબઈનો મુશીર ખાન પર પણ પૈસાનો વરસાદ થવાની આશા છે.

ચેન્નઈ સુપર કિંગ્સ પાસે  31.4 કરોડ બાકી છે. બેન સ્ટોક્સની ગેરહાજરીમાં ધોનીની ટીમ શાર્દુલ ઠાકુર પર 10 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે. અંબાતી રાયડુની જગ્યા ભરવા માટે મનીષ પાંડેને પણ ટીમમા સામેલ કરી શકે છે. જોસ હેઝલવુડ પણ તેના રડારમાં હશે.

દિલ્હીની નજર હર્ષલ પર રહેશે

દિલ્હી કેપિટલ્સ પાસે રૂ. 28.95 કરોડ બાકી છે. હર્ષલ પટેલ સિવાય આ ટીમ શાર્દુલ ઠાકુર, જોશ ઈંગ્લિસ, વાનિંદુ હસરંગા અને સ્થાનિક ક્રિકેટર પ્રિયાંશ રાણા પર દાવ લગાવી શકે છે. ઉપરાંત યુપી T-20 લીગમાં શાનદાર પ્રદર્શન કરનાર સમીર રિઝવી અને સ્વસ્તિક ચિકારા પણ તેની નજરમાં હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget