Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRAL
Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ
વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો વાયરલ થયો. જ્યાં ચાર શખ્સો દારૂની બોટલો સાથે બેઠા છે. અને બોલે છે કે લે લે મજા. ફુલ એન્જોય.. એટલુ જ નહીં.. વાયરલ વીડિયોમાં બાળકના હાથમાં પણ દારૂની બોટલ દેખાય છે. દારૂની બોટલો સાથે ચાર શખ્સો મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થતા જ વડોદરા પોલીસે કરી કાર્યવાહી. કુંભારવાડા પોલીસે ચાર શખ્સની ધરપકડ કરીને બાપોદ પોલીસને સોંપ્યા. પીળા વુડાના મકાનમાં કલ્લુસિંહ અંઘ્રોલીના ઘરે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. બાપોદ પોલીસે શમશેરસિંહ દુધાણી, કાલુસિંહ દુખાણી અને મહેન્દ્ર ઉર્ફે કલ્લુસિંહ અંઘ્રોલી અને રવિસિંહ દુધાણીની ધરપકડ કરી. ઝડપાયેલા ચારેય આરોપીઓ સીકલીગર ગેંગના હોવાનો ખુલાસો થયો છે





















