શોધખોળ કરો

Sam Curran IPL Auction: જાણો કોણ છે સૈમ કરન, જે બન્યો આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સૈમ કરને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં ઈતિહાસ રચ્યો હતો. તે આ લીગનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.  

IPL Mini Auction 2023: ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સૈમ કરને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં ઈતિહાસ રચ્યો હતો. તે આ લીગનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.  પંજાબ કિંગ્સે તેને 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.  આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ખેલાડીને આટલી રકમ મળી નથી. તે લીગનો એકંદરે સૌથી મોંઘો ક્રિકેટર છે. ખાસ વાત એ છે કે જૂની ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સે તેને ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ પહેલા પંજાબ કિંગ્સે IPL 2019માં સેમ કરણને 7.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

સૈમ કરન કોણ છે

સૈમ કરન ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર કેવિન કરનનો પુત્ર છે. કેવિન કરને 1983 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે બાદ કેવિન કરન ઈંગ્લેન્ડ આવ્યો હતો. સૈમ કરનનો જન્મ 3 જૂન 1998ના રોજ નોર્થમ્પટન, ઈંગ્લેન્ડમાં થયો હતો. તેણે ઈંગ્લેન્ડમાં ક્રિકેટની એબીસીડી શીખી હતી. તેના પિતા પોતે ક્રિકેટ કોચ છે. ઈંગ્લેન્ડની રાષ્ટ્રીય ટીમ ઉપરાંત સેમ કરન ઈંગ્લિશ કાઉન્ટી સરે તરફથી રમે છે. તે અગાઉ T20 લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે.

સૈમ કરનની આઈપીએલ કારકિર્દી

સૈમ કરન 2019માં આઈપીએલમાં પ્રવેશ્યો હતો. આ વર્ષે તે પંજાબ કિંગ્સ તરફથી રમ્યો હતો. આ સિઝન તેના માટે સારી રહી ન હતી અને તેણે 9 મેચમાં 95 રન બનાવ્યા હતા. બીજા વર્ષે ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ  કર્યો હતો.   વર્ષ 2020ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 5.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો અને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. IPL 2020 માં, તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 14 મેચમાં 186 રન બનાવ્યા. આ પછી 2021 માં  તેણે CSK માટે 9 મેચમાં 56 રન બનાવ્યા. સૈમ કરને IPL 2022માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જે બાદ CSKએ તેને છોડી દીધો. સૈમ કરને આઈપીએલમાં અત્યાર સુધી 32 મેચમાં 337 રન બનાવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેના નામે 2 અડધી સદી પણ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Embed widget