![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
WPL 2023 Auction: ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં લાગશે બોલી, દિલ્હીમાં થશે હરાજીનું આયોજન, જાણો લેટેસ્ટ અપડેટ
તાજેતરમાં જ WPL માટે ટીમોની હરાજી થઇ હતી. પહેલી સિઝનમાં 5 ટીમો રમશે. આવામાં આ 5 ફ્રેન્ચાઇઝીને ખરીદવા માટે 17 કંપનીઓની વચ્ચે હોડ હતી.
![WPL 2023 Auction: ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં લાગશે બોલી, દિલ્હીમાં થશે હરાજીનું આયોજન, જાણો લેટેસ્ટ અપડેટ WPL 2023 Auction: womens premier league players bidding wpl in may be next february 2023 WPL 2023 Auction: ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં લાગશે બોલી, દિલ્હીમાં થશે હરાજીનું આયોજન, જાણો લેટેસ્ટ અપડેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/28/59f89b8ef037bf0360ed069bd414bcdb167490080330377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
WPL Players' Auction: મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ઓપનિંગ સિઝન માટે ખેલાડીઓની હરાજી ફેબ્રુઆરીના બીજી અઠવાડિયામાં થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 અને 11 ફેબ્રુઆરીએ નવી દિલ્હીની એક હૉટલમાં આ ઓક્શન (WPL Auction) રાખવાનું લગભગ નક્કી કરવામાં આવ્યુ છે. આ ઓક્શનમાં 5 ફ્રેન્ચાઇઝીઓ પોત-પોતાની સ્ક્વૉડને પસંદ કરશે.
તાજેતરમાં જ WPL માટે ટીમોની હરાજી થઇ હતી. પહેલી સિઝનમાં 5 ટીમો રમશે. આવામાં આ 5 ફ્રેન્ચાઇઝીને ખરીદવા માટે 17 કંપનીઓની વચ્ચે હોડ હતી. અહીં IPL ની મુંબઇ ઇન્ડિયન્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુંરુ, અને દિલ્હી કેપિટલ્સના હાથે એક એક ટીમ આવી. અન્ય બે ટીમો અદાણી સ્પૉર્ટ્સલાઇન પ્રાઇવેટ લિમીટેડ અને કેપ્રી ગ્લૉબલ હૉલ્ડિંગ પ્રાઇવેટ લિમીટેડે ખરીદી. આ 5 ટીમોનું વેચાણ કુલ 4670 કરોડ રૂપિયામાં થયુ.
દરેક ટીમને ઓક્શન પર્સમાં મળશે 12 કરોડ -
ટીમોની હરાજી થયા બાદ હવે ખેલાડીઓની હરાજીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. અત્યાર સુધી સામે આવેલી જાણકારી અનુસાર, દરેક ફ્રેન્ચાઇઝીની પાસે ખેલાડીઓને ખરીદવા માટે 12-12 કરોડ હશે. દરેક ટીમમાં 15 થી 18 ખેલાડીઓ ખરીદી શકાશે. આમાં 7 ખેલાડીઓ વિદેશી હોઇ શકે છે. પ્લેઇંગ ઇલેવનમાં 5 વિદેશી ખેલાડીઓ રમશે, જેમાં એક એસોસિએટ દેશનો હોવો જરૂરી છે. અનકેપ્ડ ખેલાડીઓ માટે 10 અને 20 લાખ બેઝ પ્રાઇઝ વાળી કેટેગરી છે, અને કેપ્ડ પ્લેયર્સ માટે 30, 40 અને 50 લાખ રૂપિયા બેઝ પ્રાઇઝ વાળી કેટેગરી બનાવવામાં આવી હોવાની જાણકારી છે.
Congratulations @viacom18 for winning the Women’s @IPL media rights. Thank you for your faith in @BCCI and @BCCIWomen. Viacom has committed INR 951 crores which means per match value of INR 7.09 crores for next 5 years (2023-27). This is massive for Women’s Cricket 🙏🇮🇳
— Jay Shah (@JayShah) January 16, 2023
Women's Premier League auction likely to be held in Delhi on 10th or 11th February. (Reported by News18).#WomensPremierLeague #WPL #WomensIPL #WIPL #WPLAuction #WPLAuction2023 #WPL2023 pic.twitter.com/vxUBpvyZWk
— TEAM INDIA | WOMEN'S PREMIER LEAGUE (@WomenCricLive) January 28, 2023
Here are the five successful bidders for the inaugural edition of the Women's Premier League.
— Circle of Cricket (@circleofcricket) January 25, 2023
📸: BCCI #WPL2023 #WPL pic.twitter.com/zTYwpeOY8A
10 Cricketers Who’re Likely To Attract Bumper Deal In WPL Auction#WomensIPL #WPL2023 #WPLAuction https://t.co/hqCqFjmDhR
— CricketCountry (@cricket_country) January 28, 2023
#WPL #WPLAuction
— News18 CricketNext (@cricketnext) January 28, 2023
An official announcement is still to be madehttps://t.co/XL5yVXxKqP
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)