શોધખોળ કરો
Advertisement
ધોનીની કઈ ભૂલ ભારતને પડી ગઈ ભારે? જાણો શું થયું નુકસાન?
બાદમાં જેસન રૉયે તાબડતોડ બેટિંગ કરતાં 41 બૉલમાં અડધી સદી ફટકારી હતી, બાદમાં તે 66 રને આઉટ થયો હતો
નવી દિલ્હીઃ ગઇકાલે વર્લ્ડકપની બિગ સ્કૉરિંગ મેચ રમાઇ, ભારતીય ટીમ 337 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતાં માત્ર 31 રને હરી ગઇ. ભારતીય ટીમની વર્લ્ડકપમાં આ પહેલી હાર છે. મેચ હાર્યા પણ લોકો ધોનીની એક ભૂલને આગળ કરી રહ્યાં છે. ધોનીએ એક ડીઆરએસ ન હતો લીધો જેના કારણે મેચમાં મોટો સ્કૉર નોંધાયો હતો.
ઇંગ્લેન્ડ સામેની મેચમાં 11મી ઓવરમાં ભારતીય ટીમે જેસન રોયને આઉટ કર્યો હતો, પરંતુ ડીઆરએસ ના લીધો અને રૉયને આઉટ કરવાની તક ગુમાવવી પડી હતી. 11મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ પાંચમો બૉલ રૉયને લેગ સાઇડ પર નાંખ્યો હતો, જે બેટ પર અડીને ધોનીના હાથમાં આવી ગયો હતો. હાર્દિક પંડ્યા અને કોહલીએ જોરદાર અપીલ કરી, પણ એમ્પાયરે નૉટઆઉટ આપ્યો હતો. ડીઆરએસ લેવાનુ વિચારી રહ્યાં હતાં, ત્યારે ધોનીએ ના કહીને તક ગુમાવી હતી. તે સમયે રૉય 21 રને રમતમાં હતો.
જોકે, બાદમાં જેસન રૉયે તાબડતોડ બેટિંગ કરતાં 41 બૉલમાં અડધી સદી ફટકારી હતી, બાદમાં તે 66 રને આઉટ થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement