શોધખોળ કરો
Advertisement
બુમરાહે ટી-20 ક્રિકેટમાં કર્યો કમાલ, અશ્વિન-ચહલને પછાડી બન્યો નંબર વન ભારતીય બોલર
જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા ટી-20નો એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
પુણે: ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી 20 સીરીઝનો અંતિમ મુકાબલો પુણેમાં રમાયો હતો. ભારતે શ્રીલંકાને 78 રનથી હરાવીને વર્ષની પ્રથમ ટી-20 સીરીઝ 2-0થી પોતાના નામે કરી હતી. લાંબા સમય બાદ ઈજામાંથી બહાર આવેલા જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા ટી-20નો એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે શુક્રવારે રમાયેલી મેચમાં બુમરાહ આ ઉપલબ્ધિ મેળવી હતી. હવે બુમરાહના નામે 45 મેચમાં 53 વિકેટ છે. બુમરાહે રવિચંદ્રન અશ્વિન અને યુજવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધા છે. 52 વિકેટ લઈને અશ્વિન અને ચહલ હવે બીજા સ્થાન પર છે. ચહલે 36 અને અશ્વિને 46 મેચમાં આટલી વિકેટ ઝડપી છે.
બુમરાહ લાંબા સમય પછી ઈજામાંથી બહાર આવ્યો છે. ઈજામાંથી બહાર આવ્યા બાદ ઇન્દોરમાં રમાયેલી બીજી ટી -20 મેચમાં બુમરાહે પ્રથમ મેચ રમી હતી. તેનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. તેણે ચાર ઓવરમાં 32 રન આપીને એક વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement