શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હારથી નિરાશ ન્યૂઝીલેન્ડના આ સ્ટાર ખેલાડીએ કહ્યું- ‘બેકરી ખોલજો પણ.....’
જિમી નિશામે કરેલું ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ રવિવારે રમાયેલ વર્લ્ડકપ 2019ની રોમાંચક ફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે ન્યૂઝીલેન્ડની હાર થઈ હતી. હાર બાદ ન્યૂઝીલેન્ડના ખેલાડી જિમી નિશામે એક ટ્વિટ કર્યું છે જેમાં તેણે બાળકોને અપીલ કરતાં લખ્યું છે કે સ્પોર્ટસની પસંદગી ક્યારેય ન કરતા.
જિમી નિશામે કરેલું ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેણે લખ્યું કે ‘બાળકો સ્પોર્ટને ક્યારેય પસંદ ન કરતાં. બેકિંગ કરી લો અથવા બીજું કંઈક. ખુશી-ખુશીથી 60 વર્ષની ઉંમરે જ આ દુનિયા છોડી દેજો, પરંતુ સ્પોર્ટને ક્યારેય પસંદ ન કરતા’.Kids, don’t take up sport. Take up baking or something. Die at 60 really fat and happy.
— Jimmy Neesham (@JimmyNeesh) July 15, 2019
એક બાજુ હારથી નિરાશ જિમી નિશામની આવી પ્રતિક્રિયા આવી છે તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર કિવી કેપ્ટન કેન વિલિયમ્સનના વખાણ થઈ રહ્યા છે. વર્લ્ડકપ હાથમાંથી ગયો હોવા છતાં તે હસતો અને શાંત જોવા મળ્યો જેને લઈને તેણે સોશિયલ મીડિયા યૂઝર્સના દિલ જીતી લીધા હતા.
ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં જઈને વર્લ્ડ કપ ગુમાવી દીધો. ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં 16 રન જોઈતા હતા અને બેટિંગ કરવા માટે જિમી નિશાન આવ્યો હતો. તેની સાથે માર્ટિન ગપ્ટિલ પણ મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ ટીમ 15 રન બનાવી શકી અને બાઉન્ડ્રીના આધારે ઈંગ્લેન્ડની ટીમ જીતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion