ટેસ્ટનો આ સ્ટાર બેટ્સમેન વર્ષો બાદ ટી20 વર્લ્ડકપ રમતો દેખાશે, જાણો કેમ મળ્યુ સ્થાન
ઇંગ્લેન્ડની ટી20 એકદમ મજબૂત દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડની પાસે જૉસ બટલર, બેયરર્સ્ટો, રૉય, બિલિંગ્સ અને મોઇન અલી જેવા ઝડપથી રન બનાવનારા બેટ્સમેનો ઉપલબ્ધ છે.
નવી દિલ્હીઃ આગામી સમયમાં ક્રિકેટમાં ફરી એકવાર મહાકુંભની શરૂઆત થવા જઇ રહી છે. આગામી મહિનાઓમાં ક્રિકેટનો ટી20 વર્લ્ડકપ રમાવવા જઇ રહ્યો છે. આને લઇને તમામ ટીમો કમર કસી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે ઇંગ્લેન્ડના કેપન્ટ ઇયૉન મોર્ગેને આ વર્ષે રમાનારા ટી20 વર્લ્ડકપને લઇને પોતાની ટીમના પ્લાનને લઇને મોટો ખુલાસો કર્યો છે. મોર્ગનનુ કહેવુ છે કે દિગ્ગજ બેટ્સમેન જૉ રૂટ ઇંગ્લેન્ડના ટી20 વર્લ્ડકપ પ્લાનનો ભાગ છે. રૂટે 2019 બાદ ઇંગ્લેન્ડ માટે ટી20 મેચ નથી રમી. રૂટ વિના જ ઇંગ્લેન્ડની ટીમ ટી20 રેન્કિંગમાં નંબર વન પૉઝિટીન હાંસલ કરી શકી છે.
ઇંગ્લેન્ડની ટી20 એકદમ મજબૂત દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડની પાસે જૉસ બટલર, બેયરર્સ્ટો, રૉય, બિલિંગ્સ અને મોઇન અલી જેવા ઝડપથી રન બનાવનારા બેટ્સમેનો ઉપલબ્ધ છે. પરંતુ યુએઇમાં વર્લ્ડકપ શિફ્ટ થવા કારણે ઇંગ્લેન્ડે પોતાના પ્લાનમાં ફેરફાર કરવો પડી શકે છે.
યુએઇની પીચો ફાસ્ટ બૉલરોની જગ્યાએ સ્પીનરો માટે વધુ મદદરૂપ સાબિત થાય છે, આવામાં જૉ રૂટ ઇંગ્લેન્ડ માટે વધુ મહત્વપૂર્ણ ખેલાડી બની જાય છે. રૂટ ફક્ત સ્પીનરો સારી રીતે રમી શકે છે એટલુ જ નહીં પરંતુ એક છેડો મજબૂતાઇથી સંભાળી પણ શકે છે.
રૂટે દર્શાવી ઇચ્છા-
જૉ રૂટે તાજેતરમાં જ લાંબા અંતરાલ બાદ વનેડ ટીમમાં વાપસી કરી છે, રૂટે શાનદાર ફોર્મ બતાવતા 87 બૉલમાં 79 રનની ઇનિંગ રમી. રૂટ પહેલાથી જ ત્રણેય ફોર્મેટમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે. રૂટે કહ્યું કે- ઇંગ્લેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમવા માંગુ છુ, મને જે પણ મોકો મળશે ટીમ માટે સારુ કરવાની કોશિશ કરીશ.
ઇયૉન મોર્ગેને રૂટને વર્લ્ડકપ પ્લાનનો ભાગ બતાવ્યો છે. મોર્ગને કહ્યું- ખરેખરમાં રૂટ અમારી વર્લ્ડકપ ટીમનો ભાગ છે, રૂટ એકદમ અનુભવી બેટ્સમેન છે. અમે જોઇ રહ્યાં છીએ કે રૂટનો અનુભવ કઇ રીતે વર્લ્ડકપ માટે કામ આવી શકે છે.