શોધખોળ કરો
17 દિવસ બાદ કોહલીએ આ રીતે લીધો બદલો, અંગ્રેજ કેપ્ટન રૂટનો તોડ્યો ઘમંડ
1/4

રૂટે મેદાન પર ભલે જોશમાં આવીને બેટ ફેંકી દીધું હતું પણ બાદમાં તેને આ હરકતને ખૂબ નીચલી કક્ષાની ગણાવતા અફસોસ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, આ મારા દ્વારા મેદાન પર કરવામાં આવેલી સૌથી નિરાશાજનક હરકત હતી અને મને તેના માટે ઘણો અફસોસ થયો.
2/4

બીજુ કારણ રૂટને આઉટ કર્યા બાદ વિરાટ કોહલી ખૂબ ખુશ થયો. અસલમાં વિરાટે વન-ડે સીરીઝની છેલ્લી મેચમાં રૂટે કરેલી હરકતનો બદલો લીધો. જણાવી દઈએ કે, છેલ્લી વન-ડેમાં રૂટે સેન્ચુરી ફટકારી માઈકની જેમ બેટને જમીન પર છૂટું મૂકી દીધું હતું. આ વાત કોહલી અને ટીમ ઈન્ડિયાને ખૂબ ખરાબ લાગી હતી અને પહેલી જ ટેસ્ટમાં કોહલીને હિસાબ બરાબર કરવાની તક મળી ગઈ. રૂટને આઉટ કર્યા બાદ વિરાટે હવામાં હાથ ઊંચો કરી જમીન પર કંઈક છોડવાનો ઈશારો કર્યો.
Published at : 03 Aug 2018 07:48 AM (IST)
View More




















