શોધખોળ કરો
Advertisement
રિષભ પંતને લઈને આ દિગ્ગજ ખેલાડીએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- ‘પંત ખાલી બોલે છે જ્યારે કેએલ રાહુલ.....’
હાલમાં કેએલ રાહુલ પંતની જગ્યાએ વિકેટ કીપિંગ કરી રહ્યો છે. વિકેટ કિપીંગથી રાહુલના ફોર્મ ઉપર પણ કોઈ અસર જોવા મળી નથી.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્દ બીજી ટી20 મેચમાં ભારતે એકતરફી મેચમાં 7 વિકેટે જીત મેળવી. 133 રનનો ટાર્ગેટ ભારતે 17.3 ઓવરમાં મેળવી લીધો હતો. ટીમના જીતના હીરો કેએલ રાહુલ બન્યા, જેણે 50 બોલમાં 57 રન ફટકાર્યા. કેએલ રાહુલની મેચ વીનિંગ ઇનિંગથી પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ ખૂબ જ પ્રભાવિત જોવા મળ્યા અને તેણે આ ભારતીય ક્રિકેટરના વખાણ કરતાં રિષભ પંત વિરૂદ્ધ નિવેદન આપ્યું.
વિરેન્દ્ર સહેવાગે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કેએલ રાહુલ પિચ અને પરિસ્થિતિ પ્રમાણે બેટિંગ કરવાનું જાણે છે, જ્યારે ઋષભ પંત માત્ર કહે છે કે તેઓ પરિસ્થિતિ પ્રમાણે રમે છે, પરંતુ મેચમાં ક્યારેય એવું જોવા મળ્યું નથી. સેહવાગે આગળ કહ્યું કે, રાહુલની સારી વાત એ છે કે તેણે આ મેચમાં પણ 50 બોલમાં 57 રન બનાવ્યા હતા અને પહેલી મેચમાં પણ 25 બોલરમાં 50 રન બનાવ્યા હતા. રિષપ પંત માત્ર બોલે છે કે હું પરિસ્થિતિ અનુસાર મું છું પરંતુ મેં ક્યારે તેને એ રીતે રમતા જોયો નથી. જ્યારે રાહુલ પરિસ્થિતિ પ્રમામે રમે છે, તેની પાસેથી શીખવું જોઈએ.
નોંધનીય છે કે, હાલમાં કેએલ રાહુલ પંતની જગ્યાએ વિકેટ કીપિંગ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝ દરમિયાન પંતને માથાના ભાગે બોલ વાગ્યો હતો અને ત્યારથી તે ફીટ થઈ ગયો હોવા છતાં ટીમમાં સ્થાન મળી શક્યું નથી. જ્યારે વિકેટ કીપિંગ કરી રહેલા કેએલ રાહુલે વિકેટ કિપીંગ અને બેટથી તમામને પ્રભાવિત કર્યા છે. વિકેટ કિપીંગથી રાહુલના ફોર્મ ઉપર પણ કોઈ અસર જોવા મળી નથી. તે છેલ્લી 5માંથી 4 ટી-20 મેચોમાં અડધી સદી ફટકારી ચૂક્યો છે.
ઓકલેન્ડમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં કેએલ રાહુલે જવાબદારીથી બેટિંગ કરીને શ્રેયસ એય્યરની સાથે 86 રનની ભાગેદારી કરી હતી. કેએલ રાહુલે 11મી અડધી સદી ફટકારી હતી, જ્યારે શ્રેયર અય્યરે 33 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. આ ભાગેદારીએ ન્યૂઝીલેન્ડના જીતવાના ચાન્સ ઓછા કરી નાખ્યા હતા. 5 મેચોની ટી-20 સીરિઝમાં હવે ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement