શોધખોળ કરો
IPL 2018ની આ 5 ઈનિંગ જોઈ દર્શકો રહી ગયા દંગ, જાણો વિગત
1/6

શેન વોટ્સન આઈપીએલ 2018માં અગાઉ પણ સદી ફટકારી ચૂક્યો હતો. પરંતુ ફાઇનલમાં સદી ફટકારવી હંમેશા ખાસ હોય છે. આ પહેલા આઈપીએલ ઇતિહાસમાં માત્ર રિદ્ધિમાન સાહા જ સદી લગાવી શક્યો હતો. આ રીતે આઈપીએલ ફાઇનલમાં સદી લગાવનાર તે પ્રથમ વિદેશી ખેલાડી છે. ફાઇનલમાં 10 બોલ સુધી ખાતું ન ખોલાવી શકનાર વોટ્સન તે બાદ એવો ખિલ્યો કે 57 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 117 રનની અણનમ ઇનિંગ રમીને ચેન્નાઈને ત્રીજી વખત ખિતાબ જીતાડ્યો. તેની ઇનિંગ જોઈ કેપ્ટન ધોની ખુદ હેરાન થઈ ગયો હતો.
2/6

આઈપીએલની 11મી સીઝનમાં સદી ફટકારનાર સૌપ્રથમ બેટ્સમેન બનનારા રિષભ પંતે સીઝનના સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જે રીતે વિસ્ફોટક બેટિંગ કરી તેને જોઈ બધા હેરાન થઈ ગયા. તેણે લેપ્સ શોટ સાથે ભુવનેશ્વરની લાઇનલેન્થ ખરાબ કરી દીધી હતી. પંતે 63 બોલમાં 128 રનની ઇનિંગમાં 15 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા.
Published at : 29 May 2018 08:55 AM (IST)
View More





















