શોધખોળ કરો
Advertisement
લગ્ન સમયે હસીન જહાંએ છુપાવ્યા હતા આ બે રહસ્ય, હજુ પસ્તાઈ રહ્યો છે મોહમ્મદ શમી!
હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી. પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર બની ગઈ.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંની વચ્ચે વિતેલા દોઢ વર્ષતી ચાલી રહેલ વિવાદ હવે ધરપકડ વોરન્ટ સુધી પહોંચી ગયો છે. પત્ની હસીન જહાં દ્વારા મારપીટ, રેપ, હત્યાની કોશિ અને ઘરેલુ હિંસા જેવા લગાવવામાં આવેલ ગંભીર આરોપને કારણે પશ્ચિમ બંગાળની અલીપુર કોર્ટમાં શમી વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે.
શમીએ આ પહેલા પણ પત્નીએ તેના પર લગાવેલા આરોપો ખોટા હોવાનું કહી હસીને તેને દગો આપ્યો હોવાનું કહ્યું હતું. શમીના કહેવા મુજબ તેને બાદમાં માલુમ પડ્યું કે આ તેની પત્નીના બીજા લગ્ન હતા.
ઉલ્લેખનીય છે કે હસીન જહાં અને શમીના લગ્ન 2014માં થયા હતા. હસીન એક મોડલ હતી. પછી તે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ચીયર લીડર બની ગઈ. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ અને તેઓ એકબીજાના દીલ આપી બેઠા. બાદમાં શમીએ પરિવારની મરજી વિરૂદ્ધ જઈને હસીન સાથે લગ્ન કર્યા.
હસીનના પહેલા પતિનું નામ સૈફુદ્દીન હતું. તે પશ્ચિમ બંગળામાં સ્ટેશનરી દુકાન ચલાવે છે. હસીનના પૂર્વ પતિએ મીડિયાને જણાવ્યું હતું કે તે 10માં ધોરણથી એકબીજાના પ્રેમમાં હતા. તેમના લગ્ન 2002માં થયા હતા અને તેમને બે દીકરીઓ પણ છે. 2010માં બન્નેના છૂટાછેડા થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement