શોધખોળ કરો
Advertisement
લોન્ચ સાથે જ વિરાટ કોહલીએ ખરીદી દેશની પ્રથમ Audi Q8 લક્ઝરી કાર, કિંમત જાણીને ઉડી જશે હોશ
1.33 કરોડ રૂપિયાની કિંમત પર ઓડી ક્યૂ8માં 3.0-લિટર TFSI પેટ્રોલ એન્જિન છે જે 335 એચજી અને 369 એનએમ ટોર્ક જનરેટ કરે છે.
નવી દિલ્હીઃ કોહલી પોતાની સ્ટાઈલ માટે ઓળખાય છે અને આ મહીને તેણે પોતાના સ્ટાઈલ ગેમને થોડી ઉપર લઈ ગયો છે. બ્રાન્ડ ઓડીના ફ્રેન્ડ, વિરાટ કોહલી ઓડીની મુખ્ય એસયૂવી ઓડી ક્યૂ8ના પ્રથમ ગ્રાહક બની ગયા છે.
15 જાન્યુઆરી, 2020ના રોજ લોન્ચ થયેલ ઓડી ક્યૂ 8 એક મેડ ટૂ ઓર્ડર કાર ચે જેમાં કસ્ટમાીઝેન ઓપ્શન્સ વધારે હોય છે. દેશમાં દરેક ઓડી ક્યૂ 8નો કેમ લુક બહાર અને અંદરથી અલગ દેખાય છે.
1.33 કરોડ રૂપિયાની કિંમત પર ઓડી ક્યૂ8માં 3.0-લિટર TFSI પેટ્રોલ એન્જિન છે જે 335 એચજી અને 369 એનએમ ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 8-સ્પીડ ટિપટ્રોનિક ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં કાટ્રો ઓલ વ્હીલ ડ્રાઈવ પણ છે. જોકે, ભારતમાં ઓડી ક્યૂ 8માં કોઈ ડીઝલ વર્ઝન નહીં હોય.
કોહલીને લોન્ચ ઈવેન્ટમાં એ વ્યક્તિ વિશે પૂછવામાં આવ્યું કે તે Q8માં કોની સાથે ફરવા જવાનું પસંદ કરશે. આ અવસર પર તેણે કહ્યું, ‘જો અમને સમય મળ્યો તો સ્પષ્ટ છેકે અનુષ્કા સાથે મુંબઈના સી લિંક જવાનું પસંદ કરીશ.’
વિરાટ કોહલીને હાલમાં જ આઈસીસીની ટેસ્ટ ટીમ અને વનડે ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કોહલીને સ્પ્રિટ ઓફ ક્રિકેટ એવોર્ડ પણ આપવામાં આવ્યો. આ એવોર્ડ મળ્યા બાદ કોહલીએ નિવેદન આપ્યું કે, ‘ઘણા વર્ષો સુધી ખોટી બાબતોને કારણે લોકોની નજરોમાં રહ્યા બાદ પણ આ મેળવીને હું હેરાન છું. આ એક સૌહાર્દનો ભાગ છે, જે ખેલાડીઓમાં અવશ્ય હોય છે.’
લાખો ફેન ફોલોઈંગ ધરાવતા કોહલીને ક્રિકેટ અને ફિટનેસ સાથે મોંઘી અને લક્ઝરી કારનો પણ શોખ છે. તેની પાસે લક્ઝરી ગાડીઓનું શાનદાર કલેક્શન છે. કોહલી પાસે ઓડીની લિમિટેડ કલેક્શન R8 LMX, ઓડીની R8 V10, ઓડીની Q7 જેવી ઘણી કાર્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement