શોધખોળ કરો
Advertisement
દિગ્ગજ ક્રિકેટરે કહ્યું- હું ટીમ મેનેજમેન્ટમાં હોત તો વિજય શંકર નહીં આ ખેલાડીને ચોથા નંબર પર ઉતારત
પંતે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝમાં સૌને પ્રભાવિત કર્યા હતા અને હવે આગળની મેચ ઇંગ્લેન્ડ સામે છે તો તે ટીમ સામે તેને રમાડવાનો આ સારો સમય છે, જેની સામે તે રમી ચુક્યો છે.
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સ્ટાર બેટ્સમેન કૃષ્ણમચારી શ્રીકાંતે કહ્યું કે, જો હું ટીમના મેનેજમેન્ટમાં હોત તો રિષભ પંતને વર્લ્ડકપમાં ચોથા નંબર પર રમવાની તક જરૂર આપત. રિષભ પંતેને ઈજાગ્રસ્ત શિખર ધવનની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. પંરતુ હજુ સુધી તેને રમવાની તક મળી નથી.
1983 વિશ્વ કપ વિજેતા ટીમનાં સભ્ય શ્રીકાંતે આઈસીસીને લખેલી પોતાની કૉલમમાં કહ્યું કે, “જો હું ટીમ મેનેજમેન્ટમાં હોત તો મને લાગે છે કે હું પંતને ચોથા નંબર પર રમાડવા વિશે વિચારતો. તે તેને અહીં લઇને આવ્યા છે, તે રમવા તૈયાર છે અને સૌથી મહત્વની વાત એ છે કે તે પહેલા પણ ઇંગ્લેન્ડમાં રમી ચુક્યો છે. આ કારણે તે પરિસ્થિતિઓથી વાકેફ છે.” શ્રીકાંતે કહ્યું કે, “મધ્યમક્રમમાં વિજય શંકર અને કેદાર જાધવ હજુ સુધી પ્રભાવિત કરી શક્યા નથી. મને લાગે છે કે એ કહેવું યોગ્ય હશે કે તેમણે હજુ પણ થોડોક નિખાર લાવવાની જરૂર છે.”
તેમણે કહ્યું કે, “પંતે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝમાં સૌને પ્રભાવિત કર્યા હતા અને હવે આગળની મેચ ઇંગ્લેન્ડ સામે છે તો તે ટીમ સામે તેને રમાડવાનો આ સારો સમય છે, જેની સામે તે રમી ચુક્યો છે.” ઉલ્લેખનીય છે કે વિજય શંકરને વર્લ્ડ કપમાં ચોથા નંબર માટે પસંદ કરાયો છે, પરંતુ તે તે હજુ સુધી પ્રભાવશાળી પ્રદર્શન કરી શક્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion