નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓવલમાં ભારતને 92 રનથી જીત મળી અને આની સાથે જ તેમને પાંચ વનડે મેચોની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. 325 રનનો લક્ષ્ય લઇને ઉતરેલી કીવી ટીમને 234 રન પર સમેટી લેવામાં કુલદીપ યાદવે મુખ્ય ભૂમિકા નિભાવી, આ સાથે જ કુલદીપ યાદવના નામે એક ખાસ રેકોર્ડ નોંધાઇ ગયો છે.
3/4
ઉલ્લેખનીય છે કે, પાંચમી વાર કુલદીપે વનડે ક્રિકેટમાં એશિયાની બહાર ચાર કે તેનાથી વધુ વિકેટ ઝડપી છે, અને અનિલ કુંબલેની બરાબરી કરી લીધી છે. જોકે, કુંબલે એ આ આંકડો 94 વનડેમાં જ્યારે કુલદીપે માત્ર 18 મેચોમાં જ પાર પાડ્યો છે.
4/4
કુલદીય યાદવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નેપિયર વનડેમાં 4/39 નો આંકડો નોંધાવ્યો, બાદમાં ઓવલ વનડેમાં પણ પોતાની ઘાતક બૉલિંગનો સ્પેલ ચાલુ રાખતા 4/45 નો દમ બતાવ્યો હતો. કુલદીપ આ સાથે જ ન્યૂઝીલેન્ડમાં સતત બે વાર ચાર-ચાર વિકેટ લેનારો દુનિયાનો પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે.