નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના મખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ બીજા ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવને ટીમમાં સમાવવો એ મોટી ભૂલ હતી.
2/4
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 18 ઓગસ્ટથી નોટિંઘમમાં રમાશે. યજમાન ટીમ પાંચ મેચની શ્રેણીમાં 2-0થી આગળ છે. આ પ્રવાસમાં ભારતની ખરાબ બેટિંગ ચિંતાનો વિષય બની છે. આશા છે કે ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા કેટલાક ફેરફાર સાથે ઉતરશે.
3/4
જોકે અંતિમ ઇલેવનમાં કુલદીપને રમાડવા પર પોતાનો બચાવ કરતા શાસ્ત્રીએ કહ્યું હતું કે જો તમે જોવો તો વરસાદનો અંદાજ લગાવી શકાય નહીં. અમને કુલદીપની જરૂર પડત પણ બીજી ટેસ્ટ મેચની પરિસ્થિતિઓ જોતા ફાસ્ટ બોલર શાનદાર વિકલ્પ હોત.
4/4
શાસ્ત્રીએ કુલદીપને બીજા ટેસ્ટ મેચમાં રમાડાવનાના સવાલ પર કહ્યું કે, સ્પષ્ટ રીતે જોઈએ તો આ એક ભૂલ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમે પ્લેઇિંગ ઇલેવનમાં વધુ એક ફાસ્ટ બોલરને રમાડી શક્યા હોત. તેમને અમને જરૂર મદદ મળત.