Lionel Messi Joins PSG: સ્ટાર ખેલાડી લિયોનલ મેસી બાર્સિલોના છોડ્યા બાદ આ ક્લબ સાથે જોડાવવા તૈયાર, જાણો
બાર્સિલોના સાથે પોતાની બે દશકની લાંબી સફર પૂર્ણ કર્યા બાદ સ્ટાર ફુટબોલ ખેલાડી લિયોનલ મેસીએ પોતાની નવી ક્લબ લગભગ નક્કી કરી લીધી છે.
બાર્સિલોના સાથે પોતાની બે દશકની લાંબી સફર પૂર્ણ કર્યા બાદ સ્ટાર ફુટબોલ ખેલાડી લિયોનલ મેસીએ પોતાની નવી ક્લબ લગભગ નક્કી કરી લીધી છે. સમાચાર મજુબ મેસી પીએસજી(PSG) ક્લબ સાથે બે વર્ષનો કરાર કરવા માટે તૈયાર થઈ ગયો છે. પીએસજીમાં મેસીનો પૂર્વ સાથી પહેલાથી જ હાજર છે જે બાર્સિલોના છોડીને જ પીએસજી સાથે જોડાયો છે. 34 વર્ષના લિયોનલ મેસીએ રવિવારે જ બાર્સિલોના ક્લબને ભાવુક થઈને અલવિદા કહ્યું હતું. પીએસજીમાં નેમાર સિવાય ફ્રાંસનૈ કાયલિન એમ્બાપ્પેમાં સામેલ છે, મેસીના આ ક્લબમાં સામેલ થવાના કારણે વધારે મજબૂતી મળી છે.
13 વર્ષની ઉંમરમાં બાર્સિલોનાની એકેડમીમાં સામેલ થયેલા મેસીનો કોન્ટ્રાક્ટ આ વર્ષે 30 જૂને સમાપ્ત થયો હતો. બાર્સિલોનાની આર્થિક સ્થિતિ અને તેની ઉપર લા લીગાના નિયમોના કારણે મેસીને અલગ થવું પડ્યું. મેસી કોઈપણ સંજોગોમાં બાર્સિલોના સાથે રહેવા માંગતો હતો તેના માટે તે 50 ટકા કાપ માટે પણ તૈયાર હતો. પરંતુ ત્યારબાદ પણ ક્લબ તેને સાથે રાખવા માટે સક્ષમ નહોતું. જો કરારની તમામ ઔપચારિક્તાઓને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે તો મેસી શનિવારે ક્લબના ઘરેલુ મેદાન પર ડેબ્યૂ કરી શકે છે.
આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ (Lionel Messi)સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના છોડી દીધી છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા મેસ્સી રડવા લાગ્યો હતો અને કહ્યું હતું કે ક્યારેય વિચાર કર્યો ન હતો કે આવો પણ દિવસ આવશે, મેં ક્લબ છોડવા વિશે વિચાર પણ કર્યો ન હતો. મેસ્સી છેલ્લા 21 વર્ષથી બાર્સેલોના સાથે જોડાયેલો હતો. પૂરી દુનિયાએ આ સ્ટાર ફુટબોલરને રડતા જોયો હતો. પોતાની વિદાય સમયે નિવેદન આપતા લિયોનેલ મેસી ભાવુક થઈ ગયો અને તેની આંખમાંથી આંસુ નિકળવા લાગ્યા હતા.
મેસ્સીએ કહ્યું કે આ મારા માટે મુશ્કેલ છે અને હું પોતાને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે હું ઘરે જઈશ તો વધારે ખરાબ લાગશે. હું પોતાના ત્રણ બાળકો સાથે 21 વર્ષથી આ શહેરમાં રહેતો હતો અને અહીંના લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે.
મેસ્સી 13 વર્ષની ઉંમરથી બાર્સેલોના સાથે જોડાયો હતો. તેણે સીનિયર ક્લબ તરફથી 2004માં રમવાનું શરુ કર્યું હતું. મેસ્સી બાર્સેલોના સાથે 35 ટાઇટલ જીત્યો છે. ક્લબ તરફથી 778 મેચમાં રેકોર્ડ 672 ગોલ કર્યા છે. મેસ્સીએ અંતિમ વખત 2017માં બાર્સેલોનો સાથે 555 મિલિયન યૂરો (લગભગ 4910 કરોડ રૂપિયા)નો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો હતો. મેસ્સીને એક સિઝનમાં 138 મિલિયન યૂરો (લગભગ 1220 કરોડ રૂપિયા) મળતા હતા.
ગત વર્ષે સૌથી વધુ કમાણી કરનારો ફૂટબોલર
ફોર્બ્સ 2020ની લિસ્ટમા મેસી 126 મિલિયન ડોલરની કમાણી સાથે ટોપ પર હતો. તેણે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમાર સહિત સ્ટાર ફુટબોલરોને પાછળ છોડતા સતત બીજા વર્ષે આ સ્થાન પાક્કુ કર્યું હતું. બાર્સિલોના ક્લબના કેપ્ટન લિયોનેલ મેસીએ 92 મિલિયન ડોલરની કમાણી પગારથી, જ્યારે 34 મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટથી મળ્યા હતા. તે 2019મા પણ સૌથી વધુ કમાણી કરનાર ફુટબોલર રહ્યો હતો.