Messi New Contract: મેસીએ બાર્સિલોના સાથે 5 વર્ષનો કરાર લંબાવ્યો, પગારમાં કર્યો 50 ટકાનો ઘટાડો
મેસીએ 2004માં ક્લબ સાથે કરાર કર્યા બાદ તેની સાથે જ રહ્યો છે. તેનો કરાર જૂન મહિનામાં પૂરો થઈ ગયો હતો પરંતુ હવે ફરીથી પાંચ વર્ષ માટે બાર્સિલોના તરફથી રમતો જોવા મળશે.
આર્જેન્ટીનાના સ્ટ્રાઇકર લિયોનેલ મેસીને લોટરી લાગી છે. સ્પેનિશ ક્લબ બાર્સેલોનાએ તેની સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે. ગોલ ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે મેસી તેના વેતનમાં 50 ટકાનો ઘટાડો પણ કરશે. બાર્સેલોના સાથે ફરીથી કરાર કરવાની સાથે વેતનમાં પણ કાપ મૂક્યો હતો. મેસીએ 2004માં ક્લબ સાથે કરાર કર્યા બાદ તેની સાથે જ રહ્યો છે. તેનો કરાર જૂન મહિનામાં પૂરો થઈ ગયો હતો પરંતુ હવે ફરીથી પાંચ વર્ષ માટે બાર્સેલોના તરફથી રમતો જોવા મળશે.
આર્જેન્ટીનાનો મહાન ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી આમ તો સમગ્ર વિશ્વમાં છવાયેલો રહે છે પરંતુ ભારતમાં તેની ચર્ચા ખાસ કારણોસર થઈ રહી છે. તાજેતરમાં જ 28 વર્ષ બાદ મેસીની કેપ્ટનશિપમાં આર્જેન્ટીના બ્રાઝીલને 1-0થી હરાવીને કોપા અમેરિકા કપમાં વિજેતા બન્યું હતું. મેસીના ફેન્સે દિવાળી જેવો જશ્ન મનાવ્યો હતો,
હાલ ભારતમાં લિયોનેલ મેસીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. યૂઝર્સે તેને મેસી બીડી નામ આપ્યું છે. ઈન્ટરનેટ પર બીડીની પેકેટ પર મેસીની તસવીર જોઈ યૂઝર્સે કહ્યુ કે, મેસીની ભારતમાં આ પહેલી જાહેરાત છે. એક યૂઝરે લખ્યું, આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી મેસીએ દેશને કોપા અમેરિકા કપ જીતાડ્યો તો તેને તરત એક બ્રાંડની જાહેરાત મળી ગઈ. પોસ્ટ પર કમેંટ કરતાં લખ્યું, કોપા અમેરિકા જીત્યા બાદ મેસીની લાઇફ બની ગઈ.
આર્જેન્ટીનાએ વર્ષ 1993માં અંતિમ વખત મોટો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમમાં લિયોનેલ મેસી હોવા છતાં 2014, 2015 અને 2016માં કોપા કપ ફાઇનલ જીતી શક્યું નહોતું. આખરે 2021માં જીત મળી હતી.
ગત વર્ષે સૌથી વધુ કમાણી કરનારો ફૂટબોલર
ફોર્બ્સ 2020ની લિસ્ટમા મેસી 126 મિલિયન ડોલરની કમાણી સાથે ટોપ પર હતો. તેણે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમાર સહિત સ્ટાર ફુટબોલરોને પાછળ છોડતા સતત બીજા વર્ષે આ સ્થાન પાક્કુ કર્યું હતું. બાર્સિલોના ક્લબના કેપ્ટન લિયોનેલ મેસીએ 92 મિલિયન ડોલરની કમાણી પગારથી, જ્યારે 34 મિલિયન ડોલર એન્ડોર્સમેન્ટથી મળ્યા હતા. તે 2019મા પણ સૌથી વધુ કમાણી કરનાર ફુટબોલર રહ્યો હતો.