શોધખોળ કરો
વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના રિઝર્વ ઓપનરને લઈ ગાવસ્કરે આપ્યું ચોંકાવનારું નામ, જાણો કોણ છે
1/3

સુનીલ ગાવસ્કરે એમ પણ કહ્યું કે, રિષભ પંતને જો વિશ્વકપની ટીમમાં સામેલ કરવામાં આવે તો પણ દિનેશ કાર્તિક અને મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં રાખવા જોઈએ. ટીમ ઈન્ડિયાએ બે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિજય શંકરને પણ લઈ જવા જોઈએ તેમ કહ્યું હતું. વિજય શંકરને કોના સ્થાને સમાવેશ કરવો જોઈએ ? આ પ્રશ્નના જવાબમાં ગાવસ્કરે કહ્યું કે, રવિન્દ્ર જાડેજાના સ્થાને તેને લઈ જવો જોઈએ. ટીમ પાસે બે ક્વોલિટી સ્પિનર હોવાના કારણે આમ પણ જાડેજાની જગ્યા ટીમમાં બનતી નથી.
2/3

ગાવસ્કરે કહ્યું કે, જો તેણે વર્લ્ડકપ માટે ટીમમાં રિઝર્વ ઓપનરની પસંદગી કરવાની હોય તો તે દિનેશ કાર્તિકને મોકો આપશે. તેમના આ નિવેદનથી અનેક લોકોને આશ્ચર્ય થયું છે. કારણકે દિનેશ કાર્તિકે વન ડેમાં ક્યારેય ઓપનિંગ કર્યું નથી. હાલ તે મધ્યમ ક્રમ કે નીચલા ક્રમે જ બેટિંગ કરે છે. કાર્તિક ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નક્કી કરી શક્યો નથી. જ્યારે પણ મોકો મળ્યો છે ત્યારે ટીમ દ્વારા ફિનિશર કે મધ્યમ ક્રમની જવાબદારી આપવામાં આવી છે અને કાર્તિકે મળેલી તક પર સારું પ્રદર્શન પણ કર્યું છે.
Published at : 04 Feb 2019 06:55 PM (IST)
View More





















