શોધખોળ કરો
હરિયાણાના રોહતકથી BJPની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી શકે છે ટીમ ઈન્ડિયાનો આ વિસ્ફોટક ખેલાડી, જાણો વિગત
1/3

હરિયાણાની રોહતક સીટ પર જાટનું વર્ચસ્વ છે. વિરેન્દ્ર સેહવાગ પર જાટ સમુદાયમાંથી આવે છે, એટલું જ નહીં સેહવાગ બીજેપીની નીતિઓનો સમર્થક પણ માનવામાં આવે છે. આ કારણે તેને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર ગૌતરમ ગંભીરને લઈ પણ અહેવાલ આવ્યા હતા કે તે દિલ્હીમાં બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. જોકે બાદમાં ગંભીરે આ અહેવાલને નકારી કાઢ્યા હતા.
2/3

હરિયાણા બીજેપીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જે પેનલ તૈયાર કરી છે તેમાં સેહવાગનું નામ પણ હોવાનું કહેવાય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં બીજેપી રોહતક સીટ જીતી શકી નહોતી. હાલ આ સીટ પરથી કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડ્ડા સાંસદ છે.
Published at : 04 Feb 2019 09:01 PM (IST)
View More





















