શોધખોળ કરો
મહેન્દ્રસિંહ ધોની હવે તમિલમાં કરશે વાત! જાણો કેમ કર્યો આવો નિર્ણય
1/4

ધોની 3 ઓગસ્ટના રોજ ચેન્નાઈ પહોંચ્યો તો તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોનીનો ચેન્નાઈ સાથે ગજબનો નાતો છે. ધોની રાંચી પછી ચેન્નાઈને જ પોતાનું બીજુ ઘર માને છે. આઈપીએલની શરૂઆત સાથે જ ધોની અને ચેન્નાઈનો સંબંધ જોડાઈ ગયો હતો. ચેન્નાઈ સુપરકિંગ્સે ધોનીને સુકાની બનાવ્યો હતો અને તેણે ત્રણ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવી હતી.
2/4

ધોની તિરુનેલવેલી પહોંચ્યો હતો, જ્યાં તામિલનાડુ પ્રીમિયર લીગ ચાલી રહી છે. ધોની મદુરે પેન્થર્સ અને કોવઇ કિંગ્સ વચ્ચેના મુકાબલા દરમિયાન સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ટોસ પણ કરાવ્યો હતો.
3/4

નવી દિલ્હીઃ વનડે સીરીઝમાં હાર બાદ ઇંગ્લેન્ડથી પરત આવેલ મહેન્દ્ર સિંહ ધોની પોતાના બ્રેકને એન્જોય કરી રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની આગામી આઈપીએળની સીઝનમાં પોતાના ફેન્સને એક મોટી ફેટ આપી શકે છે. પોતાના બ્રેકનો લાભ લેતા ધોની હાલમાં તમિલ શીખી રહ્યા છે.
4/4

આ દરમિયાન ધોનીએ ફેન્સને વચન આપ્યું કે, તે ટૂંકમાં જ તમિલ શીખશે. ટોસ દરમિયાન વાત કરતા ધોનીએ શરૂઆતમાં થોડી તમિલમાં વાત કરી હતી. આ દરમિયાન ધોનીએ કહ્યું હતું કે હું જ્યારે પણ આઈપીએલમાં રમું છું તે સમયે તમિલ શીખું છું. મેં ફરી એક વખત તમિલ શિખવાનું શરૂ કરી દીધું છે. મને આશા છે કે આગામી આઈપીએલની સિઝનમાં થોડી-ઘણી તમિલ શીખી જઈશ.
Published at : 06 Aug 2018 02:06 PM (IST)
View More
Advertisement





















