શોધખોળ કરો

આ ખેલાડીને કારણે ધોની નથી લઈ રહ્યો નિવૃત્તિ, BCCIએ આપ્યો સમય

પંત સતત નિષ્ફળ હોવાં છતાંય તેને તક આપવામાં આવી રહી છે અને ચોથા નંબરના બેટ્સમેન તરીકે પણ પંત ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યો છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટમાં ધોનીનો જ્યાં સુધી કોઈ વિકલ્પ નહીં મળી જાય ત્યાં સુધી તે નિવૃત્તિ નહીં લે. તેની નિવૃત્તિને લઈને ભલે ચર્ચા થઈ રહી હોય પરંતુ ધોની પોતાનું મહત્ત્વ સમજે છે. ભલે તે કેપ્ટન ન હોય પરંતુ ટીમ પ્રત્યે તેની જવાબદાર ઓછી થઈ હતી. હાલમાં ટીમ ઇન્ડિયામાં તેમના વિકલ્પ તરીકે ઋષભ પંતને વિકેટ કિપર રાખવામાં આવ્યો છે પરંતુ તે સેટ નથી થઈ શક્યો. ટીમ મેનેજમેન્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે ધોનીના વિકલ્પ તરીકે ઋષભ પંત તેમને પસંદ છે. આ જ કારણ છે કે પંત સતત નિષ્ફળ હોવાં છતાંય તેને તક આપવામાં આવી રહી છે અને ચોથા નંબરના બેટ્સમેન તરીકે પણ પંત ટીમ મેનેજમેન્ટનો વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યો છે. એ વાત અલગ છે કે પંત ક્રીઝ પર સેટ થયા બાદ પોતાની વિકેટ ગુમાવી દે છે. જેના કારણે તેની ટીકા પણ થઈ રહી છે. આ મામલામાં હવે નવો ખુલાસો થયો છે કે ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતે જ ઋષભ પંતને પોતાના વિકલ્પ તરીકે તૈયાર કરવા માંગે છે. આ જ કારણ છે કે તેણે હજુ સુધી નિવૃત્તિ નથી લીધી. મૂળે, મહેન્દ્રસિંહ ધોનીએ આઈસીસી વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સેમીફાઇનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદથી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. ડીએનએના રિપોર્ટ મુજબ, માનવામાં આવી રહ્યું હતું કે ધોની ઈંગ્લેન્ડમં આયોજિત થયેલા વનડે વર્લ્ડ કપ બાદ જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરવાનો હતો, પરંતુ એવું એટલા માટે ન કર્યુ જેથી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ માટે બીસીસીઆઈને ઋષભ પંતને તૈયાર કરવા માટે વધુ સમય મળી જાય. આ ઉપરાંત, ધોની ઈચ્છે છે કે પંત ટી-20 વર્લ્ડ કપમાં તેના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવે, જેથી પંતના બૅકઅપ તરીકે પણ અન્ય વિકેટકિપરોને તૈયાર કરવાનું કામ પણ બીસીસીઆઈ આ દરમિયાન કરી લે. આ જ કારણ છે કે ધોનીએ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસથી પોતાને દૂર રાખી ઉપરાંત દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સ્થાનિક ટી-20 સીરીઝથી પણ દૂર રહેવાનો નિર્ણય કર્યો. આ ઉપરાંત, નવેમ્બરમાં બાંગ્લાદેશની વિરુદ્ધ યોજાનારી મર્યાદિત ઓવરોની સીરીઝ માટે પણ ધોનીએ બીસીસીઆઈને પોતાના નામ પર વિચાર ન કરવા માટે કહ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget