શોધખોળ કરો
Advertisement
શ્રીલંકામાં હવે મેચ ફિક્સિંગ ગુનો ગણાશે, જાણો કેટલા વર્ષની સજાની જોગવાઈ કરાઈ ?
સંસદે 'રમત સંબંધિત ગુનાઓને રોકવા' માટેનું બિલ પસાર કરી દીધુ છે. આ બિલ પાસ થયા પછી શ્રીલંકામાં મેચ ફિક્સિંગને ગુન્હો માનવામાં આવશે.
નવી દિલ્હી: શ્રીલંકા મેચ ફિક્સિંગથી જોડાયેલા કેસોને ગુન્હાની શ્રેણીમાં લાવનારો પ્રથમ એશિયાઈ દેશ બની ગયો છે. તેમની સંસદે 'રમત સંબંધિત ગુનાઓને રોકવા' માટેનું બિલ પસાર કરી દીધુ છે. આ બિલ પાસ થયા પછી શ્રીલંકામાં મેચ ફિક્સિંગને ગુન્હો માનવામાં આવશે.
મેચ ફિક્સિંગ અને ભ્રષ્ટાચારથી જોડાયેલો આ નવો કાયદો બધી જ રમત પર લાગૂ થશે. તાજેતરમાં ICCની એન્ટી કરપ્શન યૂનિટ દ્વારા શ્રીલંકામાં મેચ ફિક્સિંગથી જોડાયેલા કેસની તપાસ કરવામાં આવી હતી. આ તપાસને કારણે આ ખરડો તૈયાર કરવામાં આવ્યો હતો.
એક ક્રિકેટ વેબસાઈટના હવાલાથી એ જાણકારી સામે આવી છે કે આ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ રમત-ગમતના ભ્રષ્ટાચાર માટે દોષી સાબિત થાય છે તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. તે સિવાય તેને મોટો દંડ પણ ચૂકવવો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement