હોકી વિશ્વ કપનો ઉદ્ધાટન સમારોહ એક સંયુક્ત વિશ્વ શક્તિના સંદેશને રેખાંકિત કરશે. આ સંદેશને પ્રસ્તુત કરવા માટે સમારોહમાં ધ અર્થ સોન્ગ થિએટ્રિકલ પ્રોડક્શન અને ડાંસ બેલે પણ રજૂ કરવામાં આવશે. ધ અર્થ સોન્ગની થીમ માનવતા ની એકતા છે. રિપોર્ટ્સ મુજબ માધુરી મધર અર્થમાં પોતાનો એક્ટ રજૂ કરશે. આ દરમિયાન આશરે 1100 કલાકાર તેનો સાથ આપશે.
2/3
ઉદ્ધાટન સમારોહનું આયોજન કલિંગા સ્ટેડિયમમાં થશે. આ વિશ્વકપની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે ઉદ્ધાટન સમારોહ અને 28 નવેમ્બરના યોજાનારી પ્રથમ મેચની તમામ ટિકીટ વેચાઈ ચૂકી છે. ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રીકા સામે 28 નવેમ્બરના છે.
3/3
નવી દિલ્હી: હૉકી વિશ્વકપ 2018ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉદ્ધાટન સમારોહનું આયોજન 27 નવેમ્બરે થશે. ઉદ્ધાટન સમારોહમાં ફિલ્મ જગતની ઘણી હસ્તીઓ જોવા મળશે. જેમાં ધક ધક ગર્લ માધુરી દીક્ષિત પરફોર્મેંસ કરશે. માધુરી દીક્ષિત સાથે એઆર રહેમાન પણ જોવા મળશે.