શોધખોળ કરો
Advertisement
કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ પદેથી માઇક હેસને આપ્યું રાજીનામું
હેસને રાજીનામું એવા સમયે આપ્યુ છે જ્યારે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન નવા કોચની શોધ કરી રહી છે.
નવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડના પૂર્વ કોચ માઇક હેસને ઇન્ડિયન પ્રિમિયર લીગ ક્લબ કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. હેસને ગુરુવારે ટ્વિટર પર આ અંગેની જાહેરાત કરી હતી. હેસને રાજીનામું એવા સમયે આપ્યુ છે જ્યારે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન નવા કોચની શોધ કરી રહી છે.
હેસને લખ્યુ કે, હું પંજાબ ફ્રેન્ચાઇઝ સાથે પોતાના સમયનો ખૂબ આનંદ ઉઠાવ્યો છે અને મને કોચ બનાવવા માટે હું તેમનો આભારી છું. જોકે, મને દુખ છે કે અમે આ વર્ષે જેમ કામ કર્યુ તેને આગળ નહી વધારી શકીએ. મને વિશ્વાસ છે કે સફળતા તેમનાથી વધુ દૂર નથી. હું તેમને ભવિષ્ય માટે શુભકામના પાઠવું છું.
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાએ પોતાના મુખ્ય કોચનો કરાર ખત્મ કરી દીધો છે જ્યારે ટીમ ઇન્ડિયાએ નવા મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હેસન પાકિસ્તાનના નવા મુખ્ય કોચ બની શકે છે. આ અગાઉ પાકિસ્તાને ટીમના મુખ્ય કોચ મિકી આર્થરનો કરાર આગળ વધારવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહી પાકિસ્તાને બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને બોલિંગ કોચ અઝહર મહમૂદ સહિતનો આખો કોચિંગ સ્ટાફની છૂટ્ટી કરી દીધી છે. એક રિપોર્ટ અનુસારસ ટીમ ઇન્ડિયાના હાલના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોચ બનવાની રેસમાં સૌથી ફેવરિટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement