મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, સચિન તેંદુલકરના આ ખાસ રેકોર્ડની કરી બરાબરી, જાણો......
મિતાલી રાજ દુનિયાના સૌથી મહાન ખેલાડી સચિન તેંદુલકરના એક ખાસ રેકોર્ડની બરાબરી પર પહોંચી ગઇ છે. મિતાલી રાજ જ્યારે રવિવારે મેદાન પર ઉતરશે તો તે સચિન તેંદુલકર બાદ 22 વર્ષ સુધી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારી બીજી ક્રિકટર બની જશે.
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ટીમની કેપ્ટન મિતાલી રાજ ઇતિહાસ રચવા જઇ રહી છે. મિતાલી રાજ દુનિયાના સૌથી મહાન ખેલાડી સચિન તેંદુલકરના એક ખાસ રેકોર્ડની બરાબરી પર પહોંચી ગઇ છે. મિતાલી રાજ જ્યારે રવિવારે મેદાન પર ઉતરશે તો તે સચિન તેંદુલકર બાદ 22 વર્ષ સુધી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનારી બીજી ક્રિકટર બની જશે.
સચિન તેંદુલકરની ઇન્ટરનેશનલ કેરિયર એકદમ લાંબી રહી છે, સચિન તેંદુલકરે 22 વર્ષ અને 91 દિવસ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટર રમી છે. મિતાલી રાજ પણ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 22 વર્ષ પુરા કરી ચૂકી છે. મિતાલી રાજ રવિવારે ઇંગ્લેન્ડના કેપ્ટન હીથર નાઇટ વિરુદ્ધ ટૉસ માટે બહાર જશે, તો તે પોતાની ઇન્ટરનેશનલ ક્રિકેટર કેરિયરમાં 22 વર્ષ એક દિવસ પુરો કરી ચૂકી હશે.
સચિન તેંદુલકરની જેમ મિતાલી રાજે પણ એકદમ નાની ઉંમરમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. 38 વર્ષની મિતાલી રાજે 26 જૂન, 1999એ આયરલેન્ડ વિરુદ્ધ મિલ્ટન કીન્સમાં ડેબ્યૂ કર્યુ હતુ. તે સમયે મિતાલી રાજની ઉંમર ફક્ત 16 વર્ષ હતી.
મિતાલી રાજના નામે છે તમામ મોટા રેકોર્ડ-
22 વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટર કેરિયર દરમિયાન મિતાલી રાજે બેટિંગના તમામ મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. તેને 214 મહિલા વનડે મેચોમાં 7 સદીઓ અને 55 અડધી સદીઓ સાથે 7,098 રન બનાવ્યા છે. જોધપુરમાં જન્મેલી આ મહિલા ક્રિકેટર 6,000થી વધુ વનડે રન બનાવનારી એકમાત્ર ખેલાડી છે, તેને 2364 ટી20 આંતરરાષ્ટ્રીય રન પણ બનાવ્યા છે.
મિતાલી રાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 22 વર્ષ પુરા કરવા પર ખુસી વ્યક્ત કરી છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝની શરૂઆત પહેલા મિતાલી રાજે કહ્યું- મને મારી કેરિયર પર શુભેચ્છા મેસેજ મેળવવા સારા લાગે છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે વનડે સીરીઝની શરૂઆત થવા જઇ રહી છે. આ પહેલા બન્ને ટીમોની વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ ડ્રૉ રહી હતી.