શોધખોળ કરો
આ ભારતીય ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલી અને રોહિત શર્માનો રેકોર્ડ, બની નવી 'Run Machine'
1/4

રસપ્રદ વાત એ છે કે મિતાલી રાજે રોહિતની બરાબર 80 ઇનિંગ્સ રમી છે અને તેનાથી વધારે રન બનાવ્યા છે. તે મહિલા અને પુરુષ ક્રિકેટમાં ભારતની ટોપ બેટ્સમેન છે. મહિલા ક્રિકેટની વાત કરવામાં આવે તો મિતાલી ચોથા નંબરે છે. તેનાથી આગળ ન્યૂઝીલેન્ડની સુજી બેટ્સ (2996), વેસ્ટ ઇન્ડીઝની સ્ટેફની ટેલર (2691) અને ઇંગ્લેન્ડની એડવર્ડ (2605) છે.
2/4

નવી દિલ્હીઃ વુમેન્સ વર્લ્ડ ટી20માં ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. સતત ત્રણ મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવાથી માત્ર બે ડગલા દૂર છે. દરેક ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. ભારતીય ટીમ પણ શાનદાર પરફોર્મ કરી રહી છે. હરમનપ્રીત કૌર અને મિતાલી રાજ જેવા દિગ્ગજ ખેલાડી વેસ્ટ ઇન્ડીઝમાં શાનદાર પરફોર્મન્સ કરી રહ્યા છે. ત્યારે મિતાલી રાજે એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેની સામે વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ પાછલ છૂટી ગયા છે. ટી20માં સૌથી વધારે રન બનાવવાના મામલે મિતાલી રાજ નંબર વન પર આવી ગઈ છે. તેની સાથે જ તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા છે.
Published at : 16 Nov 2018 02:40 PM (IST)
View More





















