IPLમાં કયા ખેલાડીએ ટીમની જર્સી પર દારુની બ્રાન્ડનો લૉગો હોવાથી જર્સી પહેરવાની ઘસીને ના પાડી દીધી, ટીમે શું કર્યુ પછી....
ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, ટીમની જર્સી પહેરતા પહેલા મોઇન અલીએ (Moeen Ali) ટીમ મેનેજમેન્ટ પાસે એક શરત કરી હતી, તેને ટીમે માની લીધી છે. ખરેખરમાં સીએસકેની (CSK) નવી જર્સી પર એક દારુના બ્રાન્ડનો લૉગો હતો, જેને મોઇન અલીએ હટાવવાની અપીલ કરી હતી
નવી દિલ્હીઃ આગામી 9મી ફેબ્રુઆરીથી ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝન શરૂ થવા જઇ રહી છે. આ પહેલા કેટલીય ટીમોમાં મોટાપાયે ફેરફાર થયા છે, ખેલાડીઓની સાથે સાથે કેટલીક ટીમોએ પોતાની ટીમની જર્સી પણ બદલી છે. પરંતુ આ નવી જર્સીને લઇને સીએસકે (CSK) મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે. ઇંગ્લેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીએ (Moeen Ali) ટીમની જર્સી (CSK jersey) પહેરાવાની ચોખ્ખી ના પાડી દેતા મેનેજમેન્ટને મોટો ફેરફાર કરવો પડ્યો છે.
ઇંગ્લેન્ડ (England)ના ઓલરાઉન્ડર મોઇન અલી (Moeen Ali) આ વખતે આઇપીએલમાં (IPL) ત્રણ વાર વિજેતા રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે રમવાનો છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, ટીમની જર્સી પહેરતા પહેલા મોઇન અલીએ (Moeen Ali) ટીમ મેનેજમેન્ટ પાસે એક શરત કરી હતી, તેને ટીમે માની લીધી છે. ખરેખરમાં સીએસકેની (CSK) નવી જર્સી પર એક દારુના બ્રાન્ડનો લૉગો હતો, જેને મોઇન અલીએ હટાવવાની અપીલ કરી હતી, કેમકે મોઇન અલી મુસ્લીમ ખેલાડી છે અને મુસ્લીમ ધર્મમાં દારુ માન્ય નથી. જોકે, ફ્રેન્ચાઇઝીએ મોઇન અલીની માંગને સ્વીકારીને જર્સી પરથી દારુના બ્રાન્ડના લૉગોને (alcohol brand logo) હટાવી લીધો છે.
મોઇન અલી મુસ્લીમ છે, અને તેનો ધર્મ તેને દારુ પીવા કે તેને પ્રમૉટ કરવાની મંજૂરી નથી આપતો. તે ઇંગ્લેન્ડની સાથે રમતી વખતે પણ કેટલાય પ્રકારની દારુની બ્રાન્ડના પ્રમૉટથી દુર રહ્યો છે. મોઇન અલી અને આદિલ રશીદ બન્ને આલ્કોહૉલિક સંબંધિત ગતિવિધિઓથી દુર રહે છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, મોઇન અલીએ ટીમ મેનેજમેન્ટ પાસે જર્સી પરથી દારુની બ્રાન્ડનો લૉગો હટાવવાનુ કહ્યું હતુ, તેને સીએસકેએ માની લીધુ છે, અને તેમની મેચ જર્સી પરથી લૉગોને હટાવી લેવામાં આવ્યો છે.
મોઇન અલી પર સીએસકેએ કર્યો રૂપિયાનો વરસાદ...
ત્રણ વારની વિજેતા ટીમ સીએસકેએ આઇપીએલ 2021ની હરાજીમાં મોઇન અલી પર જોરદાર રૂપિયાનો વરસાદ કરી દીધો હતો. ફ્રેન્ચાઇઝીએ મોઇન અલી માટે 7 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ટીમે તેને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.