શોધખોળ કરો
Advertisement
સાત બોલમાં લાગ્યા સાત સિક્સ, છતાં પણ ન તૂટ્યો યુવરાજનો રેકોર્ડ, જાણો કેવી રીતે
બાંગ્લાદેશમાં રમાયેલી ટી-20 ત્રિકોણીય સીરીઝની પ્રથમ મેચમાં 7 બોલમા 7 છગ્ગા લાગ્યા હતા. છતાં પણ યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટ્યો નથી. આ મેચમાં અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને નજીબુલ્લાહ જાદરાએ સાથે મળીને 7 બોલમાં 7 સિક્સર ફટકારી હતી.
ઢાકાઃ બાંગ્લાદેશમાં રમાયેલી ટી-20 ત્રિકોણીય સીરીઝની પ્રથમ મેચમાં 7 બોલમા 7 છગ્ગા લાગ્યા હતા. છતાં પણ યુવરાજ સિંહનો રેકોર્ડ તૂટ્યો નથી. કારણ કે આ મેચમાં અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી અને નજીબુલ્લાહ જાદરાએ સાથે મળીને 7 બોલમાં 7 સિક્સર ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામે 6 બોલમાં 6 સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
નબીએ તેંદઈ ચટારાના બોલ પર 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. આ પછી નજીબુલ્લાહે નેવિલ માદજિવાના બોલ પર સતત 3 સિક્સર ફટકારી હતી. નબી અને જાદરાને મળીને 8 બોલમાં 47 રન બનાવ્યા હતા. ક્રિકેટમાં સતત 7 બોલમાં 7 સિક્સર ફટકારવાની સિદ્ધિ પ્રથમ વખત નોંધાઈ છે. આ પછી બંનેએ આગામી 40 બોલમાં 107 રન બનાવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં પાંચમી વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારી છે.
અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગમાં 17મી ઓવરના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર નબીએ સિક્સ ફટકારી હતી. બાદમાં 18મી ઓવરના પ્રથમ, બીજા અને ત્રીજા બોલ પર જાદરાને ત્રણ સિક્સ ફટકારી હતી. આ સાથે સાત બોલમાં સળંગ સાત સિક્સ ફટકારાઇ હતી.
જાદરાને 30 બોલ પર અણનમ 69 રનની ઇનિંગ રમી પોતાની ટીમને મોટો સ્કોર કરવામાં મદદ કરી હતી. જ્યારે નબીએ 18 બોલમા 38 રનની ઇનિંગ રમી હતી. ઝીમ્બાબ્વે સામે અફઘાનિસ્તાનનો 28 રને વિજય થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement