શોધખોળ કરો
Advertisement
આ ભારતીય સ્ટાર બોલરની પત્નીએ કહ્યું- “મને નાઈટીમાં જ પોલીસ ઉઠાવી ગઈ”
હસીન જહાંએ કહ્યું કે, ‘જ્યારે મે દરવાજો ખોલ્યો તો એસએચઓ કેપી સિંહ તેમનો હાથ પકડીને બહાર ખેંચવા લાગ્યા. તેમણે મારા હાથમાંથી મોબાઈલ છીનવી લીધો હતો.
બરેલીઃ ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શની તૈયારીમાં લાગેલ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની ફરી એક વખત મુશ્કેલી ઉભી કરી શકે છે. અમરોહામાં પોતાના સાસરે જઈને હાઈવોલ્ટેજ ડ્રામા કર્યો. પોલીસે શાંતિ ભંગના કેસમાં તેની ધરપકડ પણ કરી હતી. જામીન પર છૂટ્યા બાદ મુરાદાબાદ તથા બરેલીમાં પોલીસેના ટોચના અધિકારીઓની ઓફીસમાં જઈને હસીન જહાંએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હસીન જહાંએ આરોપ લગાવ્યો કે પોલીસે મોહમ્મદ શમીનો સાથ આપી રહી છે. તેના ઘરેથી તેને નાઈટમાં જ પોલીસ લઈ ગઈ હતી.
એડીજીને આપેલી ફરિયાદમાં હસીન જહાંએ આરોપ લગાવ્યો કે, ‘28 એપ્રિલની સાંજે સાડા સાત વાગ્યે હું મારી દીકરી આયશા સાથે અને મેડની સાથે સહસપુરમાં મારા પતિ શમીનાં ઘરે પહોંચી હતી. અહીં સાસરીવાળાઓએ શમીને ફોન કર્યો તો થોડીકવારમાં જ ત્યાં પોલીસ આવી ગઈ. હું મારી દીકરી સાથે મારા રૂમમાં જતી રહી. પછી રાત્રે 12 વાગ્યે જોર-જોરથી દરવાજો ખખડાવીને દરવાજો ખોલાવ્યો.’
હસીન જહાંએ કહ્યું કે, ‘જ્યારે મે દરવાજો ખોલ્યો તો એસએચઓ કેપી સિંહ તેમનો હાથ પકડીને બહાર ખેંચવા લાગ્યા. તેમણે મારા હાથમાંથી મોબાઈલ છીનવી લીધો હતો. મે તેમને કપડા બદલવા માટે પણ કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં અને મને નાઇટીમાં જ જીપમાં બેસાડીને ડિડૌલી પોલીસ સ્ટેશન લઇ ગયા.’ હસીને એવો પણ આરોપ લગાવ્યો કે, તેની દીકરીને જબરદસ્તી જિલ્લા હૉસ્પિટલમાં લઇ જવામાં આવી અને ત્યાં તેની પાસે જબરદસ્તીથી એક પેપર પર અંગૂઠો કરાવ્યો અને ગાળો બોલવામાં આવી તેમજ અપરાધીઓની માફક એક રૂમમાં બંધ કરવામાં આવ્યા.’
બરેલીનાં એડીજી અવિનાશ ચંદ્રએ કહ્યું કે હસીન જહાંની ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે તપાસ રામપુરની સીઓ કરી રહી છે અને તેમની રીપોર્ટનાં આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion