નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હિમાચલ પ્રદેશના શિમલા પહોંચતા એક નવો વિવાદ શરૂ થયો છે. કેપ્ટન મહેદ્રં સિંહ ધોનીને હિમાચલ સરકાર તરફથી સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપવામાં આવતા કૉંગ્રેસે પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી છે.
2/4
ઘોની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ બાદ માત્ર વનડે અને ટી-20 મેચો રમે છે. હાલ ભારતીય ક્રિકેટ ટીમ પાંચ ટેસ્ટ મેચની સીરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે.
3/4
જ્યારે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી વિપિન પરમારે કહ્યું, રાજ્ય સરકાર ઘોનીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અને હિમાચલ પ્રદેશમાં પર્યટનને વધારેવા માટે તેમને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપ્યો છે. ઘોની જ નહી ભારતના કોઈપણ ઈન્ટરનેશનલ ખેલાડીનું રાજ્ય સરકાર આ રીતે સ્વાગત કરશે.
4/4
ધોની એક એડ ફિલ્મના શૂટિંગ માટે શિમલા પ્રવાસ પર પહોંચતા રાજ્ય સરકારે તેમને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપ્યો છે. મહેંદ્ર સિંહ ધોનીના આ પ્રવાસ દરમિયાન તેના અને પરિવારનો તમામ ખર્ચ હિમાચલ સરકાર કરશે. રાજ્ય સરકાર પર નિશાન સાધતા કૉંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કહ્યું, ઘોનીને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો ન આપવો જોઈએ. એક કેપ્ટન અને ખેલાડી તરીકે હું ઘોનીનું સન્માન કરૂ છું પરંતુ સ્ટેટ ગેસ્ટ પર થનારો ખર્ચ આમ જનતા દ્વારા આપવામાં આવેલા ટેક્સથી થશે. એવામાં ઘોનીને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો ન આપવો જોઈએ.