શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફારના સંકેત, રોહિત શર્માને મળશે આ મહત્વની જવાબદારી, ચીફ સિલેક્ટરે કર્યો ખુલાસો
જો રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ કરાવવાની વાત બરાબર ફિટ થઇ જશે, તો રોહિત શર્મા પર વનડેની જેમ ટેસ્ટમાં પણ એક સારી શરૂઆત અપાવવાની મહત્વની જવાબદારી આવશે
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ સામે ભલે ટીમ ઇન્ડિયાએ પોતાનો દબદબો બનાવી રાખ્યો અને ટેસ્ટ સીરીઝ જીતી લીધી, પણ ઓપનરની સમસ્યાનુ હજુ સુધી સમાધાન નથી નીકળ્યુ. ત્યારે આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મોટી વાત કહી છે. તેમના મતે હવે રોહિત શર્મા ટેસ્ટમાં ઓપનિંગ કરી શકે છે.
કેએલ રાહુલના ખરાબ ફોર્મના કારણે ટીમ ઇન્ડિયા જ નહીં પણ ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર પણ પરેશાન છે. એમએસકે પ્રસાદે કહ્યું કે, ટેસ્ટ મેચોમાં હવે અમે સાઉથ આફ્રિકા સામે રોહિત શર્માને ઉતરી શકીએ છીએ. આના પર વિચાર થઇ રહ્યો છે.
જો રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ કરાવવાની વાત બરાબર ફિટ થઇ જશે, તો રોહિત શર્મા પર વનડેની જેમ ટેસ્ટમાં પણ એક સારી શરૂઆત અપાવવાની મહત્વની જવાબદારી આવશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ટેસ્ટમાં રોહિત શર્માને ઓપનિંગ કરાવવાની તરફેણ કરી હતી. બાદમાં કુંબલે જેવા દિગ્ગજોએ પણ આ વાતમાં હા બતાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement