મુંબઈ: આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા ભારતીય સ્પિનર હરભજન સિંહને બૉમ્બે હાઈકોર્ટે જેટ એરવેઝના પૂર્વ પાયલટ બર્નડ કેન હૉસલિનની માનહાનિ મામલે સમન્સ મોકલ્યું છે. હરભજનની ચંડીગઢ સેક્ટર નવમાં સ્થિત કોઠી અને જાલંધરના એક રહેણાંક પર સમન્સ મોકલવામાં આવ્યું છે.
2/7
ત્યારબાદ હૉસલિનને એપ્રિલ 2017માં નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. પરંતુ હૉસલિનને બાદમાં ક્લિન ચિટ આપવામાં આવી હતી. હૉસલિનના અનુસાર તેને એવિએશન ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષનો અનુભવ છે. તે 14500 કલાક ઉડાનનો અનુભવ ધરાવે છે. હરભજન સિંહના સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા કોમેન્ટના કારણે તેના સમ્માનને ઠેસ પહોંચી.
3/7
હરભજન અને તેના સાથીઓના ગત વર્ષે એપ્રિલમાં ચંદીગઢથી મુંબઈની યાત્રા કરતા સમયે હૉસલિન પર યાત્રા કરી રહેલી મહિલા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ પણ કર્યો હતો, તેના પર વંશીય ટિપ્પણી પર કરી હતી. ભજ્જીએ પોતાની સાથે બનેલા આ બનાવને સોશ્યલ મીડિયા પર શેર પણ કર્યો હતો.
4/7
આ સાથે પીડિતે માંગ કરી છે કે હરભજન અને અન્યના સોશ્યલ એકાઉન્ટમાં ટ્વિટ અને કોમેન્ટની સુવિધા બંધ કરવામાં આવે. સાથે જ જે અગાઉ કોમેન્ટ કરી છે તેને ડિલીટ કરવામાં આવે. તેની સાથે જ સોશ્યલ મીડિયા પર તેની માફી માંગે અને આ માફીપત્રને સોશ્યલ મીડિયામાં જાહેર કરવામાં આવે.
5/7
અરજીમાં પીડિતે કહ્યું હતું કે ભજ્જી અને અન્યએ સોશ્યલ મીડિયાના માધ્યમથી તેના પર વંશીય ટિપ્પણી કરી છે, જેના કારણે તેના કરિયર પર અસર પડી છે. બાદમાં પૂર્વ પાયલટે કોર્ટમાં અપીલ કરી કે ભજ્જી અને અન્યને આદેશ કરવામાં આવે કે દર મહિને 5670 યૂએસ ડૉલર કોર્ટમાં જમા કરાવે એટલે આ રકમ તેને મળી શકે.
6/7
ઉલ્લેખનીય છે કે હૉસલિને 13 ડિસેમ્બર 2017ના બૉમ્બે હાઈકોર્ટમાં ક્રિકેટર હરભજન પર 15 મિલિયન યૂએસ ડૉલર એટલે આશરે 97 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કર્યો હતો. આ સાથે જ દાવાની રકમ પર 18 ટકા વ્યાજ આપવાની પણ માંગ કરી છે.
7/7
આ નોટિસમાં ભજ્જી સહિત બે અન્યને 12 જૂન 2018ના કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. આ સમન્સમાં કહેવામાં આવ્યું છે કે જો હરભજન અને બે અન્ય લોકોના વકીલ કોર્ટના નિર્ણયને માન આપી હાજર નહી રહે તો એક તરફી ચુકાદો સંભળાવવામાં આવી શકે છે.