નવી દિલ્હીઃ હિટમેનના નામથી જાણીતા ભારતીય ક્રિકેટ સ્ટાર બેટ્સમેન અને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા માટે આઈપીએલ 2018 એકદમ ખરાબ સાબિત થઈ છે. એક તો ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રવિવારે અંતે દિલ્હી ડેયરડેવિલ્સની વિરૂદ્ધ હાર બાદ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે એક બેટ્સમેન તરીકે પણ રોહિત શર્માએ ખૂબ નિરાશ કર્યા.
2/4
શાનદાર અને લાંબી ઈનિંગ રમવા માટે જાણીતાં રોહિત શર્મા સાથે આ સીઝનમાં એવું થયું છે IPLના 11 વર્ષના ઈતિહાસમાં તેની સાથે ક્યારેય નથી થયું. આ એક એવો આંકડો છે જેને લઈને રોહિત શર્મા પણ ચિંતિત હશે કારણકે આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેણે સારું પફોર્મંસ આપવું પડશે.
3/4
રોહિત શર્માએ પહેલીવાર IPLની કોઈ સિઝનમાં 300થી ઓછા રન) બનાવ્યા છે. આ પહેલાની દરેક સીઝનમાં રોહિતના બેટમાંથી 300 કે તેનાથી વધુ રન) નીકળ્યા છે. આ વખતે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ટીમને પ્લેઓફમાં ન લાવી શક્યો સાથે જ પોતે પણ સારું પ્રદર્શન ના કરી શક્યો. IPLના ઈતિહાસમાં સુરેશ રૈના જ એકમાત્ર એવો ખેલાડી છે જેણે અત્યાર સુધીની દરેક સિઝનમાં 300 કે તેનાથી વધારે રન) ફટકાર્યા હોય. રૈનાનો આ રેકોર્ડ હજુ અકબંધ છે.