શોધખોળ કરો
Advertisement
મુંબઈ ઈન્ડિયન્સ કેવી રીતે ચેમ્પિયન બની? નીતા અંબાણીના ગુરૂએ ખોલ્યું રહસ્ય? જાણીને ચોંકી જશો
મેચ દરમિયાન જેમ-જેમ ઓવર ઘટતી રહી હતી તેમ-તેમ નીતા અંબાણીના ચહેરો પર મુશ્કેલી જોવા મળી રહી હતી. ચેન્નઇ સુપર કિંગ્સના દરેક શોટ પર નીતા અંબાણી ખૂબ જ ચિંતામાં દેખાતા હતા. મેચમાં બંને ટીમો એવી જગ્યાએ ઉભી હતી કે, ટ્રોફી કોઈ પણ જીતી શકતું હતું.
મુંબઈ: IPL 12માં મુંબઈની જીતને લઇ એક દિલચસ્પ ખુલાસો સામે આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અને માલિક નીતા અંબાણીના આધ્યાત્મિક ગુરૂ પંડિત ચંદ્ર શેખર શર્માએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, મેચમાં જીત પ્રાપ્ત કરવા માટે એક ખાસ મંત્રનો જાપ કરાયો હતો.
IPL-12ની ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવી રેકોર્ડ ચોથી વખત ખિતાબ મેળવ્યો હતો. જોકે આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. મેચ દરમિયાન જેમ-જેમ ઓવર ઘટતી રહી હતી તેમ-તેમ નીતા અંબાણીના ચહેરો પર મુશ્કેલી જોવા મળી રહી હતી. ચેન્નઇ સુપર કિંગ્સના દરેક શોટ પર નીતા અંબાણી ખૂબ જ ચિંતામાં દેખાતા હતા. મેચમાં બંને ટીમો એવી જગ્યાએ ઉભી હતી કે, ટ્રોફી કોઈ પણ જીતી શકતું હતું.
નીતા અંબાણીએ સ્ટેન્ડમાં બેઠા-બેઠા ભગવાનને યાદ કરતાં દેખાયા હતા અને પ્રાર્થના કરતાં જોવા મળ્યાં હતાં. કેમેરા પણ વારંવાર તેમના પર ટકેલા રહેતા હતા. તેમાં તેમના ચહેરા પર સ્પષ્ટ ચિંતા મેચને લઈ દેખાતી હતી. તેઓ સતત પ્રાર્થના કરતાં દેખાતાં પ્રશંસકના મંત્રમાં ઉત્સુકતા જાગી કે નીતા અંબાણી આખરે કયો મંત્ર કરતા હતા.
જોકે મેચ દરમિયાન નીતા અંબાણી કેટલીય વખત મંત્રનો જાપ કરતાં જોવા મળ્યાં હતા. ત્યાર બાદ તેમના આધ્યાત્મિક ગુરૂ પંડિત ચંદ્ર શેખર શર્માએ તેના પરથી પડદો ઉઠાવ્યો છે. શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ટીમની દરેક મેચ પહેલાં નીતા અંબાણી ‘ચંડી પાઠ’ કરે છે. અમે દરેક મેચની પહેલાં અને પછી મા ચંડીનો પાઠ કરતાં હતા અને અમે આખી મેચ દરમિયાન જાપ કર્યાં હતાં.
એટલે સુધી કે, મલિંગાના છેલ્લા બોલ સુધી મા દુર્ગાનો આ ‘પાઠ’ કર્યો હતો. મા દુર્ગાનો આ પાઠ કોઈની કિસ્મત બદલવા માટે કરાય છે. આ શક્તિ અને ઉર્જા આપે છે. જોકે શર્માએ મેચ દરમિયાન નીતા અંબાણી દ્વારા કરાયેલા મંત્રના જાપ અંગે બતાવાની ના પાડી દીધી હતી.
મલિંગાના બોલ દરમિયાન પણ નીતા અંબાણી સ્ટેન્ડમાં હાથ જોડીને મંત્ર બોલતા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર નીતા અંબાણીનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે મંત્ર વાંચતા દેખાઈ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion