Neeraj Chopra Injury: CWG 2022માં નીરજ ચોપડા નહીં લે ભાગ, જાણો શું છે કારણ
CWG 2022 Update: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારો નીરજ ચોપડા ભાગ નહીં લે.
Neeraj Chopra News: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારો નીરજ ચોપડા ભાગ નહીં લે. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં થયેલી ઈજાના કારણે તે બહાર થઈ ગયો છે. ભારત કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર દેખાવ કરે છે અને ટોપ-3માં સ્થાન મેળવે છે. આ વખતે દરેકને નીરજ ચોપડા પાસેથી ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલની આશા હતી. પરંતુ તે ઈજાના કારણે હિસ્સા નહીં લઈ શકવાના કારણે સપનું રોળાયું છે.
કેમ નહીં લઈ શકે હિસ્સો
વર્લ્ડ એથ્લેટિક્સ ઈવેંટ બાદ નીરજ ચોપડાનો એમઆરઆઈ થયો હતો. જેમાં ગ્રોઈન ઈંજરી સામે આવી હતી. જે બાદ તેને એક મહિનો આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી, આ કારણે તે કોમનવેલ્થ ગેમ્સ 2022માંથી બહાર થઈ ગયો છે.
નીરજના બદલે હવે કોની પાસેથી મેડલની છે આશા
કોમનવેસ્થ ગેમ્સમાં નીરજ ચોપડાનો મુકાબલો 5 ઓગસ્ટે હતો. આ દિવસે જૈવલિન થ્રો ઈવેન્ટ હતી. હવે આ ફિલ્ડમાં ભારતની આશા ડીપી મનુ અને રોહિત યાદવથી છે. આ બંને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
Neeraj Chopra to miss Commonwealth Games 2022 due to injury
— ANI Digital (@ani_digital) July 26, 2022
Read @ANI Story | https://t.co/g5eYg6sS9i#NeerajChopra #CWG2022 #CommonwealthGames2022 #CommonwealthGames pic.twitter.com/6knruYM3RN
આ પણ વાંચોઃ
Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં વરસ્યું કાચું સોનું
Monkeypox Cases Gujarat: ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો