શોધખોળ કરો

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં અંતિમ ઈલેવનમાં 7 નવા ચહેરાને મળશે તક, જાણો કોણ ક્યા નંબરે ઉતરશે ?

આ ટીમમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શનના કારણે કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

મુંબઈઃ ભારતીય ટીમ 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની T20 સીરીઝ રમશે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શનના કારણે કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમના હેડ કોચ નિમાયેલા રાહુલ દ્રવિડની આ પહેલી સીરિઝ છે ત્યારે દ્રવિડ ન્યુજીલેન્ડ સામે ‘ગુજરાતવાળી’ કરશે એવો સંકેત બોર્ડનાં સૂત્રોએ આપ્યો છે. આ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા છે જ્યારે  કે.એલ. રાહુલ ટીમનો વાઇસ કેપ્ટન છે. દ્રવિડ રોહિત શર્મા અને રાહુલને બાદ કરતાં બાકીના તમામ નવા ખેલાડીને રમાડવા માગે છે. વર્લ્ડ કપમાં રમનારા કેટલાક અપવાદને બાદ કરતાં બાકીના નવા ખેલાડી હશે. ટીમના 11 ખેલાડીમાંથી 7 નવા ચહેરા હશે એવો દાવો કરાઈ રહ્યો ચે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં રાહુલ સાથે વેંકટેશ ઐયર ઓપનિંગ કરશે. રોહિત શર્મા વન ડાઉન અને  શ્રેયસ ઐયર ચોથા નંબરે આવશે. રૂતુરાજ ગાયકવાડ પાંચમા નંબરે આવશે જ્યારે વિકેટકીપર તરીકે ઋષભ પંત નહીં પણ ઈશાન કિશન હશે. ઈશાન કિશન છઠ્ઠા નંબરે આવશે.  સાતમા નંબરે અક્ષર પટેલ અને આઠમા નંબરે નંબરે  આર અશ્વિન હશે. અવેશ ખાન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ એ ત્રણ ફાસ્ટરને રાહુલ રમાડવા માગે છે કે જેથી ભવિષ્ય માટે તેમને તૈયાર કરી શકાય.

દ્રવિડ વેંકટેશ અય્યર અને હર્ષલ પટેલને ન્યુઝીલેન્ડ સામે તક આપવા મકક્મ છે.  આ બંને ખેલાડીઓએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશ અય્યરે 10 મેચમાં 370 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. તેણે ઘણી મેચોમાં ટીમને જીત અપાવી હતી. બીજી તરફ હર્ષલ પટેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ ઝડપી હતી. તે IPL 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget