રહાણેએ કહ્યું કે, પૃથ્વી શૉએ તેની બેટિંગની આક્રમક શૈલી જાળવી રાખવી જોઈએ. ટીમનું કોમ્બિનેશન કેવું હશે તેની મને ખબર નથી. પરંતુ મને વિશ્વાસ છે કે તે સારું રમશે. મને પૃથ્વી માટે ખુશી છે.
2/4
હું તેની કરિયરની શરૂઆતથી જોઈ રહ્યો છું. અમે સાથે અભ્યાસ કરતા હતા. તે આક્રમક શૈલીનો ઓપનિંગ બેટ્સમેન છે અને ભારત-એ તરફથી રમતી વખતે સારી રમત દર્શાવવાનું ફળ મળ્યું છે. તે મુંબઈ અને ભારત-એ માટે જેવી રીતે રમે છે તેવી જ રમત જાળવી રાખવી જોઈએ તેમ પણ રહાણેએ કહ્યું હતું.
3/4
રાજકોટઃ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ઓપનરોના કંગાળ દેખાવ બાદ પસંદગીકારોએ ટેસ્ટમાં નવી ઓપનિંગ જોડી અજમાવવાનું નક્કી કર્યું છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં શિખર ધવન અને મુરલી વિજયની હકાલપટ્ટી કરવામાં આવી છે. લોકેશ રાહુલ સિવાય ટીમમાં ઓપનર તરીકે પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની પણ પસંદગી કરી છે.
4/4
મંગળવારે ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સત્ર દરમિયાન મયંક અગ્રવાલે નેટ્સમાં ખૂબ પ્રેક્ટિસ કરી હતો તો પૃથ્વી શૉને કેપ્ટન કોહલીએ ઉપયોગી ટિપ્સ આપી હતી. આ ઉપરાંત શૉએ ટીમ ઈન્ડિયાએ અન્ય ખેલાડીઓ સાથે પણ સમય વીતાવ્યો હતો. બુધવારે સવારે પણ લોકેશ રાહુલ, પૃથ્વી શૉ અને અજિંક્ય રહાણેએ પ્રેક્ટિસ કરી હતી.