તમને જણાવી દઈએ કે ભારતીય સમય આ વખતે ઈંગ્લેન્ડ પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. અંતિમ ટેસ્ટ મેચ લંડનના કેનિંગટન ઓવલ મેદાનમાં સાત સપ્ટેમ્બરે રમાશે. આ પહેલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી-20 અને વન-ડે સીરિઝ રમાઈ હતી. ભારતે ટી-20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી, જ્યારે વન-ડે સીરિઝમાં દેશને 1-2થી હારનો સામનો કરવો પડ્યો.
2/3
ગુરુવારે પહેલી ટેસ્ટમાં બીજા દિવસે અશ્વિન અને ઝડપી બોલર મોહમ્મદ શમીએ શરૂઆત કરી અને 15 ઓવર ફેંકી. સૌથી પહેલી વિકેટ શમીને મળી, જ્યારે બીજી વિકેટ અશ્વિનને મળી. પરંતુ બેદી બાદ ભારતીય સ્પિનર તરીકે ઈંગ્લેન્ડમાં તે નવા બોલનો ઉપયોગ કરનારો પહેલો બોલર બની ગયો.
3/3
નવી દિલ્હીઃ પાંચ મેચની ટેસ્ટ સીરીઝમાં ભારત હાલમાં પ્રથમ ટેસ્ટ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બર્મિંઘમમાં રમી રહ્યું છે. આ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી ભારતની દૃષ્ટિએ શાનદાર બોલિંગ ટીમના સીનિયર સ્પિનર આર અશ્વિને કરી છે. આ ટેસ્ટ મેચમાં આર અશ્વિનના નામે એક રેકોર્ડ નોંધાયો છે. વર્ષ 1967 બાદ આમ કરનારો તે પહેલા ભારતીય સ્પિનર બન્યો છે. ભારતીય ક્રિકેટમાં 51 વર્ષ પહેલા આ ઈતિહાસ આ જગ્યા પર દેશમા સ્પિનર બિશન સિંહ બેદીએ રચ્યો હતો.