શોધખોળ કરો
Advertisement
World Cup 2019:શ્રીલંકા સામે ન્યૂઝિલેન્ડનો 10 વિકેટે વિજય, ગુપ્ટિલના અણનમ 73 રન
LIVE
Background
કાર્ડિફઃ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ સામે શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 80 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. આ અગાઉ લાહિરુ થિરિમાને 4 અને કુશલ પરેરા 29 રન બનાવીને આઉટ થયા હતા. કુશલ મેન્ડિસ અને મૈથ્યુઝ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા. જીવન મેન્ડિસ એક રન પર ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો.
આ અગાઉ ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝિલેન્ડે આ મેચમાં ટોમ બ્લંડલ, ટિમ સાઉદી, હેનરી નિકોલસ અને ઇશ સોઢીને બહાર બેસાડ્યા હતા.
19:26 PM (IST) • 01 Jun 2019
વર્લ્ડકપ 2019માં શ્રીલંકા સામે ન્યૂઝિલેન્ડનો 10 વિકેટે વિજય થયો હતો. આ અગાઉ શ્રીલંકાએ 29.2 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર 136 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડે 16.1 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 137 રન બનાવી જીત મેળવી લીધી હતી. ન્યૂઝિલેન્ડનો બોલર મેટ હેનરી મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
19:26 PM (IST) • 01 Jun 2019
ન્યૂઝિલેન્ડ તરફથી ઓપનર માર્ટિન ગુપ્ટિલે અણનમ 73 રન બનાવ્યા હતા. જ્યારે અન્ય ઓપનર મુનરોએ અણનમ 58 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી તમામ બોલર વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યા હતા.
17:32 PM (IST) • 01 Jun 2019
પ્રથમ મેચમાં શ્રીલંકાએ ન્યૂઝિલેન્ડને જીતવા માટે 137 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શ્રીલંકાની ટીમ 29.2 ઓવરમાં 136 રનના સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી.
શ્રીલંકા તરફથી સૌથી વધુ કરુણારત્નેએ 52 રન ફટકાર્યા હતા. ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ હેનરી અને ફગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. તે સિવાય બોલ્ટ, નિશામ,ડી ગ્રાન્ડહોમ, સેન્ટનરએ એક-એક વિકેટ ઝડપી હતી.
16:25 PM (IST) • 01 Jun 2019
વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ સામે શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા ફક્ત 14 ઓવરમાં 59 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે. આ અગાઉ લાહિરુ થિરિમાને 4 અને કુશલ પરેરા 29 રન બનાવીને આઉટ થયા હતા. કુશલ મેન્ડિસ અને મૈથ્યુઝ ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયા હતા.
16:26 PM (IST) • 01 Jun 2019
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion