શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે રોમાંચક મેચ પડી ટાઇ, સુપર ઓવરમાં થયો નિર્ણય, મેચમાં ઓવર કરતાં વધારે લાગ્યા છગ્ગા
ઓકલેન્ડમાં વરસાદના વિધ્ન બાદ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 11-11 ઓવરની મેચ રમાઇ હતી અને સુપરઓવર બાદ ઈંગ્લેન્ડ વિજેતા જાહેર થયું હતું.
ઓકલેન્ડઃ ઓકલેન્ડમાં વરસાદના વિધ્ન બાદ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે 11-11 ઓવરની મેચ રમાઇ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ન્યૂઝીલેન્ડે 11 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા હતા. 11 ઓવરમાં મેચ જીતવા 147 રનના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડની ટીમ 7 વિકેટના નુકસાન પર 146 રન બનાવી શકતા મેચ ટાઇ પડી હતી. જે બાદ સુપરઓવર નાંખવામાં આવી હતી. સુપર ઓવરમાં ઇંગ્લેન્ડ વિજેતા થયું હતું.
ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટિન ગપ્ટિલે 5 છગ્ગાની મદદથી 20 બોલમાં 50 રન, કોલીન મુનરોએ 4 સિક્સરની મદદથી 21 બોલમાં 46 અને ટીમ સૈફર્ટે 5 છગ્ગાની મદદથી 16 બોલમાં 39 રન બનાવ્યા હતા. આમ ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં કુલ 14 છગ્ગા વાગ્યા હતા. ન્યૂઝીલેન્ડનો એક પણ બેટ્સમેન સુપર ઓવરમાં છગ્ગો મારી શક્યો નહોતો.
ઈંગ્લેન્ડ તરફથી જોનિ બેયરસ્ટોએ 5 છગ્ગાની મદદથી 18 બોલમાં 47 રન, સેમ કરને 2 છગ્ગાની મદદથી 11 બોલમાં 24, ઇયોન મોર્ગને 2 છગ્ગાની મદદથી 7 બોલમાં 17 રન બનાવ્યા હતા. ટોમ બેનસ્ટોન, લુઇલ જ્યોર્જિ, ટોમ કરનઅને ક્રિસ જોર્ડન 1-1 સિક્સ ફટકારી હતી. ઈંગ્લેન્ડે 11 ઓવરમાં કુલ 13 છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સુપર ઓવરમાં મોર્ગન અને બેયરસ્ટોએ 1-1 સિક્સ ફટકારી હતી.
આમ 11-11 ઓવરની મેચ અને 1 સુપરઓવરની મળીને મેચમાં કુલ 24 ઓવર નંખાઈ હતી. જેમાં બંને ટીમના બેટ્સમેનોએ મળીને 29 છગ્ગા ફટકાર્યા હતા.
WHAT A GAME! Another Super Over. Another England win. But this time by a comfortable margin of nine runs. The visitors take the series 3-2 after a rollicking evening in Auckland.#NZvENG SCORECARD👇https://t.co/GDmzXyby2C pic.twitter.com/Etvn8sFgqf
— ICC (@ICC) November 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion