શોધખોળ કરો

ન્યૂઝિલેન્ડ સામે પાંચમી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો 35 રને વિજય, 4-1થી જીતી સીરિઝ

વેલિંગ્ટનઃન્યૂઝિલેન્ડ સામેની અંતિમ અને પાંચમી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાનો પાંચમી વન-ડેમાં 35 રને વિજય થયો છે. આ વિજય સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ વન-ડે મેચની સીરિઝમાં 4-1થી લીધી હતી. વેલિંગ્ટનમાં ભારતે ન્યૂઝિલેન્ડને હરાવીને 52 વર્ષમાં પ્રથમવાર આ દેશમાં કોઇ સીરિઝમાં ચાર મેચ જીતી છે જે ટીમ ઇન્ડિયાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ટીમ ઇન્ડિયા તરફથી અંબાતી રાયડુએ શાનદાર 90 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 44.1 ઓવરમાં 217 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.પાંચમી વિકેટ માટે વિજય શંકર અને રાયડુએ 98 રનની ભાગીદારી નોંધાવી હતી. 253 રનનો પીછો કરતા ઉતરેલી ન્યૂઝિલેન્ડની ટીમ તરફથી સૌથી વધુ જેમ્સ નિશામે 44 રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 4 ચોગ્ગા અને 2 સિક્સ ફટકારી હતી. કેપ્ટન કેન વિલિયમ્સને 37 રન બનાવ્યા હતા. તે સિવાય ટોમ લાથમે 49 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 37 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયા 49.5 ઓવરમાં 252 રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી.  ભારત તરફથી અંબાતી રાયડૂએ શાનદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી ફટકારી (90) હતી. અંબાતિ રાયડૂએ પાંચમી વિકેટ માટે વિજય શંકર સાથે 98 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. વિજય શંકર 45  રન, હાર્દિક પંડ્યા 45 રન અને કેદાર જાધવે 34 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે મેટ હેનરી એ ચાર વિકેટ અને ટ્રેન્ટ બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી.ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ફક્ત 18 રનમાં ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી છે. રોહિત શર્મા 2, શિખર ધવન 6, શુભમન ગિલ સાત અને ધોની એક રન બનાવી આઉટ થયા હતા.આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની વાપસી થઇ હતી. ધોની છેલ્લી બે મેચમાં ઇજાને કારણે રમી શક્યો નહોતો. દિનેશ કાર્તિકને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. તે સિવાય ભારતે બે ફેરફાર કર્યા છે. કુલદીપ યાદવ અને ખલીલ અહમદના સ્થાન પર વિજય શંકર અને મોહમ્મદ શમીને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget