શોધખોળ કરો
વિરાટ કોહલીએ રોહિતને પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ના કર્યો, શું પરસ્પર મતભેદ છે કારણ?
કેપ્ટન કોહલીના આ નિર્ણય બાદ એ સવાલ ઉઠી રહ્યા છે કે શું પરસ્પર મતભેદને કારણે વિરાટે રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો નથી.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો નહોતો. કોહલીના આ નિર્ણયે તમામ લોકોને ચોંકાવી દીધા હતા. કેપ્ટન કોહલીના આ નિર્ણય બાદ એ સવાલ ઉઠી રહ્યા છે કે શું પરસ્પર મતભેદને કારણે વિરાટે રોહિત શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યો નથી. નોંધનીય છે કે રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. રોહિત શર્માએ ટેસ્ટ સીરિઝ અગાઉ રમાયેલી પ્રેક્ટિસ મેચમાં શાનદાર 68 રન બનાવ્યા હતા. રોહિતે આ પ્રદર્શનને નજરઅંદાજ કરતા વિરાટે તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા નથી. કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માના સ્થાને હનુમા વિહારીને પ્રાથમિકતા આપી છે. ભારતીય કેપ્ટનના આ નિર્ણયથી પ્રશંસકો નારાજ લાગી રહ્યા છે. વર્લ્ડકપ 2019 સેમિફાઇનલમાં હાર્યા બાદથી જ રોહિત અને વિરાટ વચ્ચે પરસ્પર મતભેદની ખબરો સામે આવી હતી. વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે રવાના થયા અગાઉ વિરાટ કોહલીએ સ્પષ્ટતા કરી હતી કે ટીમ ઇન્ડિયામાં જો એવું કાંઇ હોત તો અમે નંબર વન ટીમ ન હોત. વિરાટ કોહલએ પત્રકારોને ટીમના ડ્રેસિંગ રૂમમાં આવવાનું પણ કહ્યુ હતું. અમારી વચ્ચે ઝઘડો હોત તો ટીમ આવું પ્રદર્શન ના કરી શકી હોત.
વધુ વાંચો





















