શોધખોળ કરો
Advertisement
કલમ 370: પાકિસ્તાનના આ ખેલાડીએ કહ્યુ- કાશ્મીરીઓ સાથે આખુ પાકિસ્તાન છે
કેપ્ટન સરફરાજ અહમદનું છે જેણે એક પ્રાઇવેટ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આખુ પાકિસ્તાન કાશ્મીરી ભાઇઓ સાથે છે
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં કલમ 370 રન થયા બાદ પાડોશી દેશ પાકિસ્તાનના રાજનેતાની સાથે સાથે ક્રિકેટર પણ રઘવાયા થયા છે. આ કડીમાં નવું નામ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાજ અહમદનું છે જેણે એક પ્રાઇવેટ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે આખુ પાકિસ્તાન કાશ્મીરી ભાઇઓ સાથે છે. ભારતના આંતરિક મામલામાં અગાઉ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ યુએન કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા હતા અને હવે સરફરાજે નિવેદન આપ્યું છે.
જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ખત્મ કરવાનો મામલો ભારત સાથે જોડાયેલો છે પરંતુ તેના પર પાકિસ્તાની ક્રિકેટર પણ નિવેદન આપી રહ્યા છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન તરફથી અત્યાર સુધી 114 વન-ડે રમીચૂકેલા ક્રિકેટરે કહ્યું કે, અલ્લાહને દુઆ કરું છું કે તે મુશ્કેલ સ્થિતિમાં કાશ્મીરી ભાઇઓને બહાર કાઢે. અમે દુખમાં કાશ્મીરી ભાઇઓ સાથે છીએ. આખુ પાકિસ્તાન કાશ્મીરી ભાઇઓ સાથે ઉભું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement