Watch: હીરોની જેમ આવ્યો ને છવાઇ ગયો... તુર્કીના શૂટરે વિના લેન્સ પહેરે તાક્યુ સિલ્વર મેડલ પર નિશાન
Yusuf Dikec Viral: પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલેએ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો

Yusuf Dikec Viral: પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ શાનદાર રહ્યો. ભારતીય શૂટર સ્વપ્નિલ કુસાલેએ બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે તેનો ત્રીજો મેડલ જીત્યો. વળી, આજે શૂટિંગમાં એક આશ્ચર્યજનક દૃશ્ય જોવા મળ્યું હતું. ખરેખરમાં, 51 વર્ષીય તુર્કીશ શૂટર યુસુફ ડિકેક કોઈપણ એક્સેસરીઝ વિના ફ્લૉર પર ઉતર્યો અને મિક્સ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો. યુસુફ ડિકેકે પેરિસમાં સેવેલ ઇલાયદા તરહાન સાથે જોડી બનાવી હતી.
સામાન્ય રીતે, જ્યારે કોઈ ખેલાડી આ ઇવેન્ટમાં ફ્લૉર પર આવે છે, ત્યારે તે તેની આંખો અને કાન પર સુરક્ષા ગિયર પહેરે છે. આ એક્સેસરીઝ તેને સ્પર્ધા દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવામાં અને ચોક્કસ લક્ષ્ય રાખવામાં મદદ કરે છે. પરંતુ તુર્કીના શૂટર યુસુફ ડિકેકે દર્શકોને ચોંકાવી દીધા હતા.
હવે યુસુફ ડિકેકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કૉમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે યુસુફ ડિકેકે જરૂરી મિનિમમ ગિયર પણ પહેર્યા ન હતા. તેની સાથેના અન્ય ખેલાડીઓ ખાસ ગૉગલ્સ અને ઉચ્ચ સ્તરીય કાનની સુરક્ષા કિટ પહેરીને આવ્યા હતા.
Hand in pocket,both eyes open , simply , just like Bollywood heroes do .
— Praveen Singada (@davidbuntix) August 1, 2024
Insane Aura
51-year-old Yusuf Dikec of Turkey shows up without any specialist equipment for shooting, he just casually took home silver at the Olympics .#PARIS2024#ParisOlympics2024 #Paris2024Olympic… pic.twitter.com/nLE5uakEC6
આ સિવાય યુસુફ ડિકેકે આઇવીયર, કોઈ રક્ષણાત્મક એક્સેસરીઝ કે ચશ્મા પહેર્યા ન હતા. સામાન્ય ચશ્મા પહેરીને આવ્યો હતો, જેનો તે દરરોજ ઉપયોગ કરે છે. બૂલેટના અવાજની તેના કાન પર અસર ન થાય તે માટે સાદા ઇયરપ્લગ પહેર્યા હતા. પરંતુ તે સચોટ લક્ષ્ય રાખીને બોલિવૂડના હીરોની અંદાજમાં આગળ નીકળી ગયો. જો કે ત્યાં હાજર લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. આ સિવાય યૂઝર્સ સોશિયલ મીડિયા પર સતત વખાણ કરી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
