શોધખોળ કરો

ભારત માટે ઓલિમ્પિકમાં સૌ પ્રથમ કોણે જીત્યો હતો ગોલ્ડ મેડલ?

Olympics History: ફ્રાન્સમાં પેરિસ 2024 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ બનવા જઈ રહી છે

Olympics History: ફ્રાન્સમાં પેરિસ 2024 ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ અત્યાર સુધીની સૌથી મોટી ઈવેન્ટ બનવા જઈ રહી છે. આ ગેમ્સ 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી ચાલશે. ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતના ખેલાડીઓ પણ રવાના થયા છે. દરેક ભારતીયો ઇચ્છે છે કે ભારત વધુને વધુ ગોલ્ડ મેડલ જીતે.  શું તમે જાણો છો કે ભારતે ઓલિમ્પિકમાં પહેલો મેડલ ક્યારે જીત્યો હતો? જો ના હોય તો અમને જણાવીશું.

ભારતને પ્રથમ ઓલિમ્પિક મેડલ ક્યારે મળ્યો?

નોંધીનય છે કે વર્ષ 1900માં ભારતે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. જેમાં એકમાત્ર એથ્લીટ નોર્મન પ્રિચર્ડે બે સિલ્વર મેડલ જીત્યા હતા. આ રીતે ભારત ઓલિમ્પિકમાં મેડલ જીતનારો પ્રથમ એશિયન દેશ બન્યો છે. ઓલિમ્પિકમાં પ્રથમ ગોલ્ડ મેડલની વાત કરીએ તો ભારતીય હૉકી ટીમે વર્ષ 1928માં આયોજિત ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો અને વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ચેમ્પિયનની વાત કરીએ તો તે અભિનવ બિન્દ્રા હતા. જેમણે 2008 માં બેઇજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ રીતે તેમણે ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ પણ અપાવ્યો હતો.

ઓલિમ્પિકનો ઈતિહાસ શું છે

રમતગમતનો ઈતિહાસ આજનો નથી પરંતુ 3000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. જેની ઉત્પત્તિ પ્રાચીન ગ્રીસના પેલોપોન્નીસથી થઈ હોવાનું માનવામાં આવે છે. ઓલિમ્પિયા શહેરમાં દર ચાર વર્ષે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું અને અહીંથી જ ઓલિમ્પિક્સનું નામ આવ્યું હતું. જો કે, આ પછી તે ચાલુ રાખવાને બદલે બંધ થઈ ગયું. ત્યારપછી વર્ષ 1894માં ફ્રાન્સના પિયર ડી કુરબર્તિને ઓલિમ્પિક રમતોને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી હતી અને વર્ષ 1896માં પ્રથમ ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું.

ગ્રીસની રાજધાની એથેન્સમાં પ્રથમ વખત આ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે આ રમતમાં 14 દેશો અને 241 ખેલાડીઓએ ભાગ લીધો હતો. IOCનો વિચાર હતો કે આગામી ઓલિમ્પિકનું આયોજન અન્ય શહેરોમાં કરવામાં આવે. આ પછી વર્ષ 1900માં બીજા ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું.                                           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં  251 તાલુકામાં ધોધમાર વરસાદ
Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં ધોધમાર વરસાદ
Gujarat Rain forecast:  બંગાળીની ખાડીની સિસ્ટમ બની મજબૂત,  આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain forecast: બંગાળીની ખાડીની સિસ્ટમ બની મજબૂત, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ભાજપમાં જોડાશે ઝારખંડના પૂર્વ CM ચંપઇ સોરેન, આ તારીખે રાંચીમાં પાર્ટીની સદસ્યતા કરશે ગ્રહણ
ભાજપમાં જોડાશે ઝારખંડના પૂર્વ CM ચંપઇ સોરેન, આ તારીખે રાંચીમાં પાર્ટીની સદસ્યતા કરશે ગ્રહણ
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Janmashtami 2024: કૃષ્ણની ભક્તિમાં લીન થયા ભક્તો, જુઓ જન્મોત્સવ પહેલાનો માહોલHun To Bolish | હું તો બોલીશ | રેડ એલર્ટ- Part 2Hun To Bolish | હું તો બોલીશ | રેડ એલર્ટRed alert in Gujarat | આગામી 24 કલાક ભારે, સમગ્ર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં  251 તાલુકામાં ધોધમાર વરસાદ
Rain Update:ગુજરાતભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,છેલ્લા 24 કલાકમાં 251 તાલુકામાં ધોધમાર વરસાદ
Gujarat Rain forecast:  બંગાળીની ખાડીની સિસ્ટમ બની મજબૂત,  આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain forecast: બંગાળીની ખાડીની સિસ્ટમ બની મજબૂત, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ભાજપમાં જોડાશે ઝારખંડના પૂર્વ CM ચંપઇ સોરેન, આ તારીખે રાંચીમાં પાર્ટીની સદસ્યતા કરશે ગ્રહણ
ભાજપમાં જોડાશે ઝારખંડના પૂર્વ CM ચંપઇ સોરેન, આ તારીખે રાંચીમાં પાર્ટીની સદસ્યતા કરશે ગ્રહણ
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે 13 જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, રેડ એલર્ટ જાહેર
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત
રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી અને અહીં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કર્યો ફોન, જાણો – શું થઈ વાત
ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 42 ફ્લાઈટ્સ મોડી પડી
ભારે વરસાદને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર, 21 ફ્લાઈટને ક્લિયરન્સ ન મળતા
Horoscope Today: જ્યોતિષશાસ્ત્ર અનુસાર  આ બે રાશિના જાતકની થશે પ્રગતિ, જાણો રાશિફળ અને આજના શુભ મુહૂર્ત
Horoscope Today: જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બે રાશિના જાતકની થશે પ્રગતિ, જાણો રાશિફળ અને આજના શુભ મુહૂર્ત
Gujarat Rain Alert:  આગામી 24 કલાક રાજ્ય માટે ભારે: અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, તમામ 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
આગામી 24 કલાક રાજ્ય માટે ભારે: અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, તમામ 33 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
Embed widget