IND vs BEL, Hockey Match Preview: ભારત પાસે હોકીમાં 41 વર્ષ બાદ ફરી મેડલ જીતવાની સંભાવના
ફાઈનલમાં જગ્યા બનાવવા માટે હવે સામે છે બેલ્જિયમની ટીમ. ભારતની પાસે હોકીમાં 41 વર્ષ બાદ ફરી મેડલ જીતવાની સંભાવના છે.
Kuntal Chakravarty, ABP News: ફાઈનલમાં જગ્યા બનાવવા માટે હવે સામે છે બેલ્જિયમની ટીમ. ભારતની પાસે હોકીમાં 41 વર્ષ બાદ ફરી મેડલ જીતવાની સંભાવના છે. ગ્રૃપ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 7-1 ગોલથી હારવા છતા ભારતીય ટીમ ઈતિહાસ રચવાથી માત્ર એક પગલુ દૂર છે. અને આ એટલે થયું કારણ કે ચાર મેચમાં ભારતીય ટીમ સતત જીત મેળવી એ સાબિત કરી દિધુ છે કે આ ટીમ છેલ્લા ત્રણ દાયકાની ભારતીય ટીમો કરતા અલગ છે.
બેલ્જિયમ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ કેવો છે તે પહેલા તમને જણાવી દઈએ. હેડ ટુ હેટ સ્ટેટિસ્ટિક્સ જોવામાં આવે તો 17 વખત બંને ટીમો આમને સામેને આવી છે અને માત્ર પાંચ વખત ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે, જ્યારે બેલ્જિયમની ટીમે 9 વખત ભારતને હરાવ્યું છે. જ્યારે 3 મેચ ડ્રો રહી છે.
હાલમાં અંતરરાષ્ટ્રીય હોકી રેન્કિંગ બેલ્જિયમ નંબર 2 પર છે. બેલ્જિયમની ટીમે આ ઓલિમ્પિક રમતોમાં 6 મેચમાં 29 ગોલ કર્યા છે. પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ટીમે ગ્રેટ બ્રિટેન સામે 2-2ની બરાબરી પર મેચ ખતમ કરી હતી.
હાલમાં જ યૂરોપમાં ફ્રેન્ડલી મેચની સીરીઝ દરમિયાન પણ ભારતે બેલ્જિયમને હરાવ્યું હતું. એટલે વર્લ્ડ નંબર 2 ટીમ વિરુદ્ધ જીત મેળવવી મુશ્કેલ જરુર માનવામાં આવે છે પરંતુ નામુમકિન નથી.
પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
ટોક્યો ઓલિમ્પિકમાં પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં ચીની ખેલાડીને હરાવીને આ ઉપલબ્ધિ હાંસિલ કરી હતી. સિંધુ ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ભારત માટે ઓલિમ્પિકમાં આ બીજો મેડલ છે. સિંધુની આ ઉપલબ્ધિ સમગ્ર દેશમાં ખુશીને લહેર છે. સિધુએ આ મેચમાં શરુઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો અને પ્રથમ સેટમાં ચીની ખેલાડીને 21-13થી હરાવીને પકડ મજબૂત કરી હતી. બાદમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પોતાના નામે કર્યો છે.