(Source: ECI/ABP News/ABP Majha)
Tokyo Olympics Updates: ટોક્યો ઓલિમ્પિક્સ 2021ના ઉદ્ઘાટન સમારોહમાં મેરી કોમ અને મનપ્રીત સિંહ ભારતનું પ્રતિનિધીત્વ કરશે
ભારત તરફથી છ વખત વિશ્વ ચેમ્પિયન બોક્સર મૈરીકોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઉદ્ધાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે.
Tokyo Olympics 2021 : ટોક્યો ઓલિમ્પિક્સની શરુઆત 23 જૂલાઈથી થઈ રહી છે. તે સમાપ્ત આઠ ઓગસ્ટે થશે. ત્યારે સમાચાર સામે આવ્યા છે કે ભારત તરફથી છ વખત વિશ્વ ચેમ્પિયન બોક્સર મૈરીકોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઉદ્ધાટન સમારોહમાં ભારતનું પ્રતિનિધીત્વ કરશે.
મૈરી કોમ અને મનપ્રીત સિંહ ભારત તરફથી પ્રતિનિધીત્વ કરશે તે જાણકારી સોમવારે આઈઓએ દ્વારા આપવામાં આવી છે. આ બંને સિવાય સમાપન માટે પહેલવાન બજરંગ પૂનિયાને ભારતીય દળના પ્રતિનિધી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
એવું પ્રથમ વખત છે કે ઓલિમ્પિક્સમાં ભારતના બે પ્રતિનિધી હશે. મૈરી કોમે આ જાહેરાત બાદ કહ્યું, તે મારા માટે મોટી ક્ષણ હશે, કારણ કે આ મારી છેલ્લી ઓલિમ્પિક્સ છે. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ બની શકે છે. "તેણે વધુમાં કહ્યું," ઉદઘાટન સમારોહ દરમિયાન ટીમનું નેતૃત્વ કરવાની તક મળી તે ખરેખર બહુ ગૌરવ છે. હું મારી પસંદગી માટે રમત મંત્રાલય અને આઇઓએનો આભાર વ્યક્ત કરુ છું. હું મેડલ માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવાનો વચન આપું છું.
10,000 દર્શકો સ્ટેડિયમમાં હાજર રહી શકશે
ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવા માટે લગભગ એક મહિનો બાકી છે. આગામી 23 જુલાઈથી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવશે. લોકાર્પણ પહેલાં, આયોજકોએ રમતો દરમિયાન દર્શકોની હાજરીને લઈને મોટી જાહેરાત કરી હતી. હકીકતમાં, જાપાનના આયોજકોએ આગામી ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવ દરમિયાન સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા લોકોને સ્થળ પર આવવાની મંજૂરી આપી છે અને તમામ સ્થળો પર પ્રેક્ષકોની મર્યાદા નક્કી કરી છે.
જો કે, આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સ્થળે વધુમાં વધુ 10,000 દર્શકોને સ્ટેડિયમમાં આવવા દેવામાં આવશે. આયોજકોના નિવેદન અનુસાર, 'ઓલિમ્પિક રમતો માટેની દર્શકોની મર્યાદા સ્થળની ક્ષમતાના 50 ટકા હશે, વધુમાં વધુ 10,000 લોકો તેને જોવા માટે સ્ટેડિયમ જશે.'
ટોક્યો ઓલિમ્પિક્સ ગયા વર્ષે કોરોનાને કારણે રદ કરાયો હતો
તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સ રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ કોરોનાના વધતા જતા કેસોને કારણે ઓલિમ્પિક રમતોના આયોજન પર પ્રશ્નો ઉભા થયા હતા. પરંતુ આ પછી 23 જુલાઇથી આ રમતો યોજવાનું નક્કી થયું.