Tokyo Olympics: મોમિજી નિશિયાએ રચ્યો ઈતિહાસ, સૌથી નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો
Tokyo Olympics 2020: જાપાનની મોમિજી નિશિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચ્ચો છે. 13 વર્ષ 330 દિવસની ઉંમરમાં મોમિજી નિશિયાએ સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
Tokyo Olympics 2020: જાપાનની મોમિજી નિશિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચ્ચો છે. 13 વર્ષ 330 દિવસની ઉંમરમાં મોમિજી નિશિયાએ સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તે ઓલિમ્પિકમાં સૌથી નાની ઉંમરમાં ગોલ્ડ મેડલ જીતનારી એથલીટ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગ પ્રથમ વખત ઓલિમ્પિકમાં સામેલ થયું છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ વખતમાં જ સ્ટ્રીટ સ્કેટબોર્ડિંગમાં ઘણા ઈતિહાસ રચાયા છે. આ રમતમાં જાપાની 13 વર્ષ 330 દિવસની મોમિજી નિશિયાએ પોતાના વતનમાં યોજાઈ રહેલા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ઓલિમ્પિકની સૌથી યુવા મેડલિસ્ટ બની રેસા લીલ
જ્યારે 13 વર્ષની બ્રાઝીલની ખેલાડી રેસા લીલએ આ રમતમાં સિલ્વર મેડલ જીત્યો અને ઓલિમ્પિકમાં સૌથી યુવા મેડલિસ્ટ બની ગઈ. મોમિજી અને લીલે અંચિમ મુકાબલામાં ધૂમ મચાવી દિધી હતી. બંનેએ પોતાની રમતમાં શાનદાર પ્રદર્શન કર્યું. પરંતુ અંતમાં શાનદાર પ્રદર્શનના કારણે મોમિજી નિશિયાએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
જાપાનની મોમિજી નિશિયાએ આ વર્ષે જ રોમમાં આયોજીત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. હવે રમતના મહાકુંભમાં ગોલ્ડ જીતીને તેણે નવી સિદ્ધી મેળવી છે. પ્રથમ વખત ઓલિમ્પિકમાં સામેલ થયેલા સ્કેટબોર્ડિંગ નવી પેઢી માટે આટલી મોટી તક બનશે તેવુ કોઈએ વિચાર્યું નહોતું.
મોમિજીની આ જીત બાદ દુનિયાભરમાં તેની પ્રશંસા કરવામાં આવી રહી છે. રમત ગમત સાથે સંકળાયેલા ઘણા લોકોએ કહ્યું આટલી નાની ઉંમરમાં દુનિયાભરના ખેલાડીઓ સાથે રમવું એક પ્રતિભા છે.
16 વર્ષની નયાકામ ફૂનાએ જીત્યો બ્રોન્ઝ
ટોક્યો ઓલિમ્પિકમાં સ્કેટબોર્ડિંગમાં મેડલ જીતનારી મોમિજી અને લીલની ઉંમર માત્ર વ13 વર્ષની છે, જ્યારે ત્રીજા નંબર પર આવેલી બ્રોન્ઝ મેડલ વિજેતા નયાકામ ફૂનાની ઉંમર માત્ર 16 વર્ષની છે. જ્યારે આ ત્રણેય મોડિયમ પર પોતાના મેડલ લેવા આવી તો પૂરી દુનિયા આ જોઈને દંગ રહી ગઈ હતી.